માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : સંતાકૂકડી રમતા પિતરાઈ બહેનો ફ્રીઝમાં ફસાઈ, શ્વાસ રૂંધાતા થયું મોત

  • November 25, 2023 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પરિવારજનો કાર્યક્રમમાં ગયા અને બાળકીઓનું થયું કરુણ મૃત્યુ


રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં બે પિતરાઈ બહેનો સંતાકૂકડી રમતી વખતે ફ્રીઝરમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન જ્યારે તે બહાર ન જઈ શકી તો તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને અંતે પીડાથી બન્નેના મોત થયા. પરિવારને ખબર પડી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ ઘટના બાદ બંને પરિવારજનો આઘાતમાં છે.


મળતી માહિતી મુજબ, આ ઘટના ખમનોર વિસ્તારના બલિચા ગામમાં બની હતી. અહીં બે પિતરાઈ બહેનો ઘરમાં સંતાકૂકડી રમતી હતી. રમતા રમતા બંને બહેનોએ આઈસ્ક્રીમ ફ્રીઝરમાં સંતાઈને ફ્રીઝર બંધ કરી દીધું. બંનેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ અંગે તેમના પરિવારજનોને જાણ થઈ ત્યાં સુધીમાં બંનેના શ્વાસ રૂંધાવાથી મોત નિપજ્યા હતા. આ ઘટના અંગે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ભવાની શંકરે જણાવ્યું કે બંને યુવતીઓ પિતરાઈ છે. તે ઘરમાં સંતાકૂકડી રમતી હતી. બંને તેમના પરિવારના સભ્યો સાથે એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. રમત દરમિયાન તે ફ્રીઝરમાં સંતાઈ ગઈ હતી. જે બાદ દરવાજો ના ખુલતા બન્નેના મોત થયા છે.

​​​​​​​

લાંબા સમય બાદ જ્યારે પરિવારજનોને ખબર પડી કે યુવતીઓ લાંબા સમયથી ગુમ છે તો તેઓએ બંનેની શોધખોળ શરૂ કરી હતી. તેઓએ જોયું તો બંને યુવતીઓ ફ્રીઝરની અંદર મૃત હાલતમાં મળી આવી હતી. ૧૦ વર્ષની પાયલ અને ૧૧ વર્ષની રિતિકાનું ફ્રીજમાં મોત થયું છે. પોલીસે જણાવ્યું કે રિતિકાના પિતા શંભુ સિંહ મુંબઈમાં નોકરી કરે છે, જ્યારે પાયલના પિતા બસ ડ્રાઈવર છે. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. હાલ કેસની તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News