ગોંડલ,લોધીકા,જેતપુરમાં રિયલ એસ્ટેટને ધનતેરસ ફળી:૧૬૮ દસ્તાવેજો નોંધાયા

  • November 11, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધનતેરસ જેવા પવિત્ર દિવસે મિલકત ખરીદીનો ક્રેઝ વધુ હોવાના કારણે ગઈકાલે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં મિલકત નોંધણી માટે ભારે ઘસારો રહેવા પામ્યો હતો અને મોડી સાંજ સુધી જિલ્લામાં અનેક સબ રજિસ્ટ્રાર કચેરીઓ ધમધમતી જોવા મળી હતી. રાજકોટ જિલ્લામાં ગોંડલ, લોધીકા અને જેતપુરમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રને ધનતેરસ ફળી હોય તેમ કુલ ૧૬૮ દસ્તાવેજો નોંધાયા હતા.જેમાં ગોંડલમાં ૬૭ લોધિકામાં ૫૨ અને જેતપુરમાં ૪૯ દસ્તાવેજોની નોંધણી થઈ છે.


જિલ્લા રજીસ્ટાર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના આ ત્રણ તાલુકાને બાદ કરતા અન્ય તાલુકાઓમાં પ્રમાણમાં ઓછા કામકાજ થયા છે. ધોરાજીમાં ૧૯ ઉપલેટામાં ૧૨ વીંછીયામાં ૧૨ અને પડધરીમાં ૧૮ દસ્તાવેજો નોંધાયા છે.રાજકોટ શહેરની વાત કરીએ તો મોરબી રોડના બનેલા ઝોન બે માં ૧૦૧ દસ્તાવેજો નોંધાયા છે મવામાં ૪૬ રાજકોટ ગ્રામ્ય માં ૪૮ દસ્તાવેજો નોંધાયા છે.
​​​​​​​
 જ્યારે રૈયામાં ૪૭ અને રતનપરમાં ૪૬ દસ્તાવેજો નોંધાયા છે. સમગ્ર જિલ્લામાં ધનતેરસના દિવસે કુલ ૭૬૯ દસ્તાવેજોની નોંધણી થઈ છે અને તેના કારણે તંત્રને ફી તથા સ્ટેમ્પ ડયુટી પેટે કુલ રૂપિયા ૫.૩૯ કરોડ ની આવક થઈ છે.સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ દરરોજ નિયત સંખ્યામાં દસ્તાવેજોની નોંધણી થતી હોય છે અને અગાઉથી ટોકન ફાળવી ઓનલાઈન બુકિંગ કરાવતું હોય છે. જો અગાઉની સિસ્ટમ મુજબ ગમે ત્યારે ગમે તે વ્યક્તિ દસ્તાવેજની નોંધણી કરાવવા આવે તેવી સિસ્ટમ હોત તો લાઈનો લાગત અને મોડી રાત સુધી કામગીરી ચાલુ રાખવી પડત. ઓનલાઈન બુકિંગ ફુલ થઈ ગયા પછી ઘણા લોકોને ધન તેરસ માટે ટોકન ફાળવી શકાયું નથી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application