ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અયોધ્યા ખાતે વેપારીઓના વેપાર ઘંઘામાં વધારો થયો છે. બનારસની બજારમાં ભગવાન રામના અંકિત થયેલા ધ્વજ અને કપડાની માંગ એટલી વધી ગઇ છે કે હવે વેપારીઓએ ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે. ત્યારે રામ મંદિર થીમ આધારિત બનારસી સાડીઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. નવાઇની વાત તો એ છે કે માત્ર દેશમાં જ નહીં પરંતુ હવે વિદેશોમાં પણ આ ક્રેઝ છે. રામમંદિરની થીમ આધારિત બનારસી પ્રકારની ખાસ સાડી વેપારીઓ તૈયાર કરી રહ્યા છે. આ ખાસ પ્રકારની સાડીઓની ઇટાલી, સિંગાપોર ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગ્લોર અને ચેન્નાઇમાં પણ માંગ છે.
કાશીના વણકર સર્વેશ શ્રીવાસ્તવના નેતૃત્વમાં રામમંદિરની થીમ આધારિત ખાસ બનારસી સાડી તૈયાર થઇ રહી છે. આ માટે 18 કારીગરો કામ કરી રહ્યા છે. સાડી પરનું આખું કામ હાથથી કરવામાં આવે છે. આ પ્રકારની સાડીની માંગ દેશના વિવિધ રાજયોમાં છે. એટલું જ નહીં વિદેશોમાં પણ આ પ્રકારની ખાસ સાડીની માંગ છે. ખાસ ઉચંત વણાટની કળાથી રામમંદિરની થીમ આધારિત સાડી તૈયાર કરવામાં આવે છે. આ ખાસ સાડીઓ ઈટાલી અને સિંગાપોર મોકલવામાં આવી રહી છે. હવે જ્યારે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનો અભિષેક થવા જઈ રહ્યો છે, ત્યારે આ સાડીઓની માંગમાં હજુ પણ વધારો થાય તેવી આશા છે.
આ બનારસી સાડીઓને ખાસ અનોખી વણાટકલાથી તૈયાર કરવામાં આવે છે. રામમંદિરની થીમ પર આધારિત આ બનારસી સાડીમાં રામ મંદિરની ડિઝાઈન બનાવવામાં આવી છે અને બોર્ડર પર સરયૂની ડિઝાઈન બનાવવામાં આવી છે. સાડી તૈયાર કરતા વેપારીએ કહ્યું હતું કે, સિલ્કથી બનેલી સાડી પર આખું કામ હાથથી કરવામાં આવ્યું છે. આખી સાડી હેન્ડલૂમ પર જ તૈયાર કરવામાં આવે છે. તેને તૈયાર કરવામાં બે મહિનાથી વધુ સમય લાગે છે. 18 કારીગરો મળીને એક સાડી તૈયાર કરે છે. એક સાડીની કિંમત 35 હજાર રૂપિયા છે. સાડીની માફક દુપટ્ટા પણ તૈયાર કરવામાં આવ્યા છે. દુપટ્ટાની વાત કરવામાં આવે તો દુપટ્ટાની બંને બાજુએ રામ મંદિરની ડિઝાઈન બનાવવામાં આવી હતી. એક દુપટ્ટાની કિંમત 50 હજાર રૂપિયા છે. દુપટ્ટાને તૈયાર કરવામાં ત્રણ મહિનાનો સમય લાગે છે.
ભગવાન રામને અંકિત કરતા ધ્વજ અને ખાસ ભગવા કપડાં બાદ હવે રામમંદિર આધારિત થીમની સાડીનો જબરો ક્રેઝ દેશ વિદેશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં વેપારીઓ શું નવું લાવે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech