રાજકોટની SNK સ્કૂલ ફરી વિવાદમાં : ધો.5ની વિદ્યાર્થિનીને "તારા લગ્ન થઇ ગયા છે અને ગર્ભમાં જ બાળક મૃત્યુ પામ્યું છે" કહીને સહપાઠીએ કરી પજવણી

  • March 15, 2023 09:42 PM 

ફી ના વિવાદ બાદ ફરી એક વખત એસએનકે સ્કૂલમાં વિધાર્થીની પજવણીને લઈને વિવાદ શ થયો છે. આ ઘટનામાં શાળા સંચાલકો દ્રારા વિધાર્થી સામે પગલાં નહીં ભરાય તો પોલીસ ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે. છેલ્લા ચાર મહિનાથી કલાસમાં સાથે ભણતા વિધાર્થી દ્રારા જ બીભત્સ ભાષામાં હેરાન ગતિ કરાતી હોવાની ઘટના સામે આવતા વાલીઓમાં હોબાળો મચી ગયો છે.





ગઈકાલે ધોરણ પાંચમાં ભણતી એક છાત્રાએ સોશિયલ મીડિયા પર તેના કલાસમેટ દ્રારા થતી હેરાનગતિની શાળા સંચાલકોને ફરિયાદ કર્યા બાદ વિધાર્થી સામે પગલાં લેવાના બદલે આ તણી સામે આરોપીની જેમ વર્તન કર્યાના આક્ષેપ સાથે આજે તેના પરિવારજનો સ્કૂલના મેનેજમેન્ટ ને મળવા ગયા હતા પરંતુ આ સમયે મેનેજમેન્ટ એ મળવાનો ઇન્કાર કરી દીધો હતો ત્યારબાદ આ બાળકીના પેરેન્ટસે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા સ્કૂલના મેનેજમેન્ટ ના પગ નીચે રહેલો આવી ગયો હતો અને બપોરના ફરી બાળકી ના પિતા પર ફોન આવ્યો કે સાંજે સ્ફુલ મેનેજમેન્ટ તમને મળવા માંગે છે.





આ ઘટનાની વિગત મુજબ એસએમકે સ્કૂલમાં ધોરણ પાંચ માં અભ્યાસ કરતી એક વિધાર્થીનીએ એવી ફરિયાદ કરી હતી કે તેની સાથે ભણતો એક વિધાર્થી દરરોજ તેની સામે અપશબ્દ બોલીને કહે છે કે તારા લ થઈ ગયા છે અને તારા બેબી શાવર પહેલા જ તાં બાળક મરી ગયું છે... આવી ભાષામાં તેની મજાક કરતો હોવાથી ફરિયાદ આ બાળકી એ સ્કૂલના ટીચર અને મેનેજમેન્ટને પણ કરી હતી તેમ છતાં મેનેજમેન્ટ એ અત્યારે સુધી હજુ આ બાળક સામે કોઈપણ પગલાં ભર્યા નથી.





દરમિયાન આજે આ વિધાર્થીની ના પિતાએ જણાવ્યું હતું કે, આવારા તત્વ જેવું વર્તન કરતાં આ બાળક સામે મારી દીકરીએ ફરિયાદ કર્યા બાદ અન્ય ચાર દીકરીઓએ પણ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ અમે સ્કૂલ મેનેજમેન્ટને રાઇટીંગમાં પણ આપી છે તેમ છતાં હજુ કોઈ પણ કાર્યવાહી થઈ નથી ઉલટા ચોર કોટવાલ કો ડાટે તેમ ગઈકાલે મારી દીકરી સામે ટીચરે પણ એ રીતે વર્તન કયુ કે જે ઘરે આવે ત્યારે ધ્રૂજતી હતી અને આજે ડરના લીધે સ્કૂલે પણ ગઈ નથી. આજે બપોરે અમે એને સિવાયના કાર્યકરો સાથે સ્કૂલ માં મળવા ગયા હતા ત્યારે અમને બહારથી જ મળવાની મનાઈ કરી હતી.




આ ઉપરાંત પિતાએ એવો પણ આક્ષેપ કર્યેા હતો કે, જેની સામે ફરિયાદ થઈ છે તે વિધાર્થીના માતા–પિતા નો પણ મારા પત્ની પર ફોન આવ્યો હતો અને તેમને કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર આવું બધું મૂકવાનું બધં કરજો તેવો આક્ષેપ આ વિધાર્થીનીના પિતાએ કર્યેા છે. આજે સાંજે સ્કૂલ મેનેજમેન્ટ ને ફરિયાદી મળશે અને ત્યારબાદ જો પગલાં નહીં ભરે તો આ ઘટનામાં પોલીસ પાસે જસુ તેમ બાળકીના પિતાએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application