પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ લંબાવવામાં આવી...

  • October 06, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ લંબાવવામાં આવી...

    
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ-પોરબંદર અને પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનો ની ટ્રિપ્સ ને સમાન માળખું, સમય અને રૂટ પર વિશેષ ભાડા પર લંબાવી છે. રાજકોટ ડિવિઝનના જનસંપર્ક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1)  ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.

2)  ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application