150 લોકોનો અંગદાનનો સંકલ્પ : રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે યોજાયો અંગદાન જાગૃતિ કાર્યક્રમ

  • August 12, 2023 08:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્યક્તિના મૃત શરીરમાં રહેલા અંગો બીમાર કે નિ:સહાય વ્યક્તિને મદદરૂપ બની શકે છે. આથી, દર વર્ષે વિશ્વભરમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ૧૩ ઓગસ્ટને 'વિશ્વ અંગદાન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જે નિમિત્તે રાજકોટ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

 


પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ૧૫૦ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. કલેકટર પ્રભવ જોશીએ અંગદાન જાગૃતિ માટે શપથ લેવાની સાથેસાથે તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને અંગદાન માટે આવશ્યક સુવિધા તેમજ જરૂરિયાત મુજબ દવા, ઇન્જેક્શન, ઓપરેશન માટે સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application