રાજકોટ : રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ખાનગી બસે બાઈકને અડફેટે લેતા 12 વર્ષના બાળકનું મોત, જુઓ વિડીયો

  • May 10, 2023 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ફરીવાર અસ્ક્માતની ગહ્તના બની છે, હજુ 2 દિવસ પહેલા જ શહેરના પોશ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે યુવતીને અડફેટે લીધી હતી ત્યારે આજરોજ ફરીવાર જીવલેણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.


બનાવની પ્રાથમિક માહિતી મુજબ, રાજકોટના રૈયા ટેલીફોન એક્ક્ષચેન્જ ખાતેના ઓવર બ્રીજ પર એક ખાનગી બસે બાઈકને અડફેટે લીધી હતી. જે બાદ કાકા અને કાકી સાથે જતા 12 વર્ષીય ઉદયરાજસિંહ વિરલસિંહ ચુડાસમાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.


ધન્વીર ટ્રાવેલ્સ નામની ખાનગી બસે બાઈકને અડફેટે લીધી હતી જે બાદ હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે. અને ટ્રાવેલ્સને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે દીકરાના મૃત્યુ બાદ પરિવારજનો પણ અકસ્માત સ્થળે પહોચ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application