રાજકોટના ફેમસ ઈશ્વરભાઈ ઘુઘરાવાળા લોકોને પીરસે છે અનહાઇજેનિક ચટણી અને બટકાનો મસાલો : આરોગ્ય વિભાગના દરોડા

  • June 02, 2023 04:34 PM 


રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલેન્સ ચેકિંગ દરમિયાન હાથીખાના શેરી નં.૧૩, રામનાથ કૃપા ખાતે આવેલા શ્રી ઈશ્વરભાઈ લાલજીભાઇ કાકુની માલિક પેઢી ઈશ્વરભાઈ ઘૂઘરાવાળાના ઉત્પાદન સ્થળનું ચેકિંગ કરવામાં આવ્યું. ચકાસણી દરમિયાન પેઢીના ઉત્પાદન સ્થળ પર અનહાઈજીનિક રીતે ઘૂઘરાનું ઉત્પાદન થતું તેમજ સ્થળ પર ફૂડ કલરનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળતા સ્થળ પર અનહાઈજીનિક રીતે સંગ્રહ કરેલ મીઠી ચટણી ૨૦ કિ.ગ્રા., લાલ ચટણી ૫ કિ.ગ્રા., ઘૂઘરા માટેનો બટેટાનો મસાલો ૨૦ કિ.ગ્રા., ઉપયોગમાં લેવાતું દાઝીયું તેલ ૬૦ કિ.ગ્રા. તથા શણિયા/ કંતાન પર સુકવેલા કાચા ઘૂઘરા ૪૦ કિ.ગ્રા.નો કુલ મળી ૧૪૫ કિ.ગ્રા. જથ્થો મળી આવ્યો હતો. જે માનવ આહાર માટે ઉપયોગમાં ન લેવાય તે હેતુથી SWM વિભાગની ટીપર વાનમાં સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ સદર જથ્થામાંથી મીઠી ચટણી, ઘૂઘરા માટેનો બટેટાનો મસાલો અને  ઉપયોગમાં લેવાતા દાઝીયા તેલનો નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી તથા પેઢીના સંગ્રહ સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.


આ સિવાય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના કોઠારીયા ગામ રણુજા વિસ્તાર તેમજ બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલા ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૩૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૯ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૩૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. 


રાજકોટમાં આ સ્થળે આરોગ્ય વિભાગનું ચેકીંગ


ફૂડ વિભાગ દ્વારા શહેરના કોઠારીયા મેઇન રોડ તથા બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલા..

(૧)શિવ કચ્છી દાબેલી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૨)ગોપાલ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૩)બાલાજી નાસ્તા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૪)જય કાલી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૦૫)શ્રીજી સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૦૬)બંસી પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૦૭)શ્યામલ જાંબુ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૦૮)જય મહાકાળી સમોસા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૦૯)માં વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૧૦)પ્રતાપ ગાંઠિયા ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૧૧)જય ગણેશા મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૧૨)કચ્છી દાબેલી ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૧૩)શ્રી ગણેશ પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૧૪)રાધેશ્યામ ચાઇનીઝ & પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૧૫)જય ખોડિયાર ચાઇનીઝ & પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૧૬)શ્રી ઓમ મોમોઝ સમોસા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૧૭)શ્રી શિવશક્તિ ચાઇનીઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૧૮)HS વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના 

(૧૯)જય સિયારામ વડાપાઉં હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(૨૦)જોકર ફરસાણ 

(૨૧)આશીર્વાદ ફરસાણ & સ્વીટ 

(૨૨)બાલાજી લાઈવ ખમણ 

(૨૩)ક્રિષ્ના ડેરી ફાર્મ 

(૨૪)ક્રિષ્ના આઈસક્રીમ પાર્લર 

(૨૫)ગેલી અંબે પ્રોવિઝન સ્ટોર 

(૨૬)શ્રી રામ પાન & કોલ્ડ્રિંક્સ 

(૨૭)સીતારામ ફરસાણ & સ્વીટ

(૨૮)વિજય પ્રોવિઝન સ્ટોર 

(૨૯)જય સિયારામ ફરસાણ 

(૩૦)જોગી ઘૂઘરા & સમોસા 

(૩૧)MGM પંજાબી & ચાઇનીઝ

(૩૨)તુરૂપતિ મદ્રાસ કાફે 

(૩૩)શ્રી ચામુંડા ભેળ સેન્ટર 

(૩૪)સંધ્યા મદ્રાસ કાફેની ચકાસણી કરવામાં  આવી હતી. 


રાજકોટ મનપાની ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૬ નમૂના લેવામાં આવ્યા.. 

(૧) મીઠી ચટણી (પ્રિપેર્ડ -લુઝ) : સ્થળ -ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા, હાથીખાના શેરી     નં.૧૩, "રામનાથ કૃપા", રાજકોટ.

(૨) ઘૂઘરા માટેનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ - ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા,     હાથીખાના શેરી નં. ૧૩, "રામનાથ કૃપા", રાજકોટ.

(૩) યુઝડ કૂકિંગ ઓઇલ (લુઝ): સ્થળ -ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા, હાથીખાના શેરી     નં.૧૩, "રામનાથ કૃપા", રાજકોટ.

(૪) ITALIAN PIZZA SAUCE(FROM 1.5 KG PACK): સ્થળ -ઈવા એન્ટરપ્રાઇઝ     (લાપીનોઝ પીઝા), સીટી ગોલ્ડ પ્લાઝા, પટેલ વાડી પાછળ, પેડક રોડ,     રાજકોટ.

(૫) CHEEZY JALAPENO MAYONNAISE(FROM 1 KG PACK): સ્થળ -ઈવા     એન્ટરપ્રાઇઝ (લાપીનોઝ પીઝા), સીટી ગોલ્ડ પ્લાઝા, પટેલ વાડી પાછળ,     પેડક રોડ, રાજકોટ.

(૬) NEO CULLNERY MAKHANI SAUCE (FROM 1 KG PKD): સ્થળ -    RESTAURANT BRANDS ASIA LTD., (BURGER KING), યુનિટ     નં.2/A/1, ક્રિસ્ટલ મોલ, ગ્રાઉન્ડ ફ્લોર, રાણી ટાવરની સામે, કાલાવડ રોડ,     રાજકોટ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application