16 મુદ્દાઓનું નિરાકરણ લાવવા રજૂઆત : રાજકોટ જિલ્લાના શિક્ષકોએ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષને પત્ર લખ્યો...

  • June 26, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

16 મુદ્દાઓનું નિરાકરણ લાવવા રજૂઆત : રાજકોટ જિલ્લાના શિક્ષકોએ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષને પત્ર લખ્યો...



પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લાના શિક્ષકોના જુદા જુદા મહત્વના પ્રશ્નોની રજૂઆત રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષને કરવામાં આવી છે. જે રજૂઆત આ મુજબ છે..  


પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમમાં શ્રમનું ખૂબ મહત્વ છે. તેનું ગુણાંકન પણ કરવાનું હોય છે. તો શાળામાં બાળકો પાસે મૂલ્યલક્ષી શિક્ષણ અંતર્ગત શ્રમ કાર્ય કરાવવું કે નહીં તે બાબતે રાજ્ય સ્તરેથી સ્પષ્ટતા સાથે પરિપત્ર કરાવવો. કારણકે, સરકાર દ્વારા અવારનવાર વિવિધ કાર્યક્રમોમાં શ્રમકાર્યને લગતી પ્રવૃત્તિઓ કરાવવાનું જણાવવામાં આવે છે. (જેમકે સ્વચ્છતા અભિયાન, ઇકો ક્લબની પ્રવૃતિ, કિચન ગાર્ડન વગેરે) અને આ મુજબ કાર્ય કરાવતા, જીવન મૂલ્યોમાં જરૂરી તેવા સામાન્ય હળવા સામુહિક શ્રમકાર્ય સંદર્ભે સામાજિક અને વહીવટી તંત્ર દ્વારા મુશ્કેલીઓ ઉભી કરવામાં આવતી હોય છે અને તેનાથી બાળકોના વ્યક્તિગત વિકાસમાં અસર થતી હોય છે, જેનાથી જીવન મૂલ્યોનું સંપૂર્ણ ઘડતર થઈ શકતું નથી. તો શાળાકીય સમૂહ કાર્ય અને પુખ્ત વયના મજૂરીકામ અંગેનો તફાવત દર્શાવતો પરિપત્ર શાળાને માર્ગદર્શન માટે મળે તે પ્રમાણે રાજ્ય સ્તરેથી સંપૂર્ણ સ્પષ્ટતા સાથેનો પરિપત્ર કરાવવો જરૂરી છે.

તમામ કર્મચારીઓના હિતમાં અને ભવિષ્યને ધ્યાનમાં રાખી વયોવૃદ્ધની લાકડી સમાન અને નિવૃત્તિ પછીના જીવનને સ્વમાનથી જીવવા માટે જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા માટે રાજ્ય સ્તરેથી પુનઃ અસરકારક અને પરિણામલક્ષી કાર્યક્રમ આપી, સત્વરે તમામ કર્મચારીઓને જૂની પેન્શન અપાવવા બાબતે યોગ્ય પરિણામલક્ષી રજૂઆત કરવામાં આવી છે.


ઉપરાંત જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલા 2005 પહેલાના કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ કરવાનો ઠરાવ વહેલી તકે જાહેર કરવા બાબતે


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનાં સનિષ્ઠ પ્રયત્નોને પરિણામે ગત વર્ષે સરકાર દ્વારા સાતમાં પગારપંચના ધારાધોરણો મુજબ ઘરભાડું ચૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત રાજ્યના વિવિધ વિસ્તારોને X,Y અને Z એમ ૩ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા અને એ મુજબ ક્રમશઃ 24%, 16% અને 8% ઘરભાડું ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ સાથે સાથે જ્યારે સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને ચૂકવવામાં આવતો મોંઘવારી દર 25% થાય ત્યારે આ ઘરભાડાની રકમ X,Y અને Z કેટેગરી મુજબ ક્રમશ 27%, 18% અને % થવા પામે છે અને જ્યારે મોંધવારીનો દર 50% થાય ત્યારે આ ઘરભાડાંની રકમ X,Y અને Z કેટેગરી મુજબ ક્રમશઃ 30%, 20% અને 10% થવા પામે છે. હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને સરકાર દ્વારા 42% મોંઘવારી ભથ્થું ચૂકવામાં આવે છે, જેને ધ્યાનમાં લેતા X, Y અને Z કેટેગરી મુજબ ક્રમશઃ 27% 18% અને 9 ટકા ઘર ભાડું મળવા પાત્ર છે. તેની અમલવારી કરાવવા વિનંતી.


સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી કરી સાતમા પગાર પંચ મુજબ ટીએ/ડીએ, એલટીસી તથા અન્ય તમામ ભથ્થાઓનો લાભ કર્મચારીઓને અપાવવા વિનંતી

જિલ્લા વિભાજન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ થયેલી શાળાના શિક્ષકોને વિકલ્પ કેમ્પનો લાભ અપાવવા વિનંતી


દસ વર્ષના બોન્ડ ધરાવતા શિક્ષકોને તાલુકા આંતરિક બદલી કેમ્પમાં બદલીનો લાભ અપાવવા વિનંતી


મહિલા પ્રસુતિ રજા બાબતેના ઠરાવમાં સુધારો કરી 1998થી ખાતામાં દાખલ થયેલ તમામ માતૃશક્તિને નિમણૂક તારીખથી જ પ્રસુતિ રજા મળવાપાત્ર ગણીને આ રજા કપાત રજામાં ન ગણવા રજૂઆત કરવા વિનંતી


શિક્ષકોના પગાર રાજ્ય કક્ષાએથી સીધા જ શિક્ષકોના બેન્ક ખાતામાં જમા કરાવવા અંગે રજૂઆત કરવા વિનંતી


શાળા વિકાસ ગ્રાન્ટની રકમ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ સમયસર ફાળવવા અંગે રજૂઆત કરવા વિનંતી


ડિજિટલ પોર્ટલ પર શિષ્યવૃત્તિ દરખાસ્ત કરવામાં થતી મુશ્કેલીઓના નિવારણ અંગે રજૂઆત કરવા વિનંતી


એકમ કસોટી અંગેના ભારણને ઘટાડવા અને એકમ કસોટી બૂક ગુણવતાયુક્ત કાગળની તથા સમયસર અપાવવા રજૂઆત કરવા વિનંતી


શિક્ષકોને શિક્ષણ સિવાયની બિન શૈક્ષણિક કામગીરીઓ ન સોંપવા તથા ઉપલી કચેરીએથી એક જ પ્રકારની માહિતી વારંવાર માંગવામાં આવતી હોય તે અંગે નિરાકરણ લાવવા વિનંતી


ખાતાકીય પરીક્ષા આપવા શૈક્ષણિક લાચકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને પરીક્ષા આપવા લાયક ગણવા અને તે મુજબ સત્વરે પરિપત્ર કરાવવા વિનંતી


પ્રાથમિક શાળામાં વહીવટી કામગીરી માટે ક્લાર્કની નિમણૂક કરવાની રજૂઆત કરવા વિનંતી


વિદ્યા સહાયકોની નોકરી નિમણૂક તારીખથી સળંગ ગણવાનો ઠરાવ થતા ફિક્સ પગારના સમયગાળા દરમિયાનની વાર્ષિક 20 લેખે મેડિકલ રજાઓ જમા કરાવવા રજૂઆત કરવા વિનંતી


પ્રાથમિક શાળા આચાર્ય એલાઉન્સ વધારવા બાબતે રજૂઆત કરવા વિનંતી શાળા સ્વચ્છતા સંકુલ ની ગ્રાન્ટ વધારવા બાબતે રજૂઆત કરવા વિનંતી


ઓન લાઇન જિલ્લા આંતરિક બદલી કેમ્પના તબક્કા બાદ જનરલ કેમ્પ ઓફ લાઇન કરવા અંગે રજૂઆત કરવા વિનંતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application