રાજકોટ જીલ્લા ભાજપના 6 મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની જાહેરાત

  • July 18, 2023 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી સામે બગાવત છેડનાર સોનલબેનને મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા


રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા સંગઠન પ્રભારી ધવલભાઇ દવે સાથે ચર્ચા કરીને રાજકોટ જિલ્લા ભાજપના જુદા જુદા છ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ જાહેર કર્યા છે.



રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી મનસુખભાઈ રામાણી સામે ખુલ્લેઆમ જંગ છેડનાર સોનલબેન તેજસભાઈ વસાણીને રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહિલા મોરચામાં મહામંત્રીઓ તરીકે વર્ષાબેન રસિકભાઈ ખૂંટ અને રેખાબેન ભુપતભાઈ સીણોજીયાનો સમાવેશ કરાયો છે.



જિલ્લા સંગઠન માળખાની અગાઉ જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં પડધરી તાલુકાને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી તેવી ફરિયાદો ઉઠવા પામી હતી. મોરચાની રચનામાં આ ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને પડધરીના અશ્વિનભાઈ કે મોલીયાને યુવા મોરચાના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. મહામંત્રીઓ તરીકે દેવભાઈ કોરડીયા અને વિમલભાઈ રાઠોડ ને મૂકવામાં આવ્યા છે.


બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નવીનપરી ગોસ્વામી, મહામંત્રીઓ તરીકે કમલેશભાઈ વરુ, અશોકભાઈ ચાઉ, કિશાન મોરચાના પ્રમુખ તરીકે વિનુભાઈ ઠુંમર, મહામંત્રીઓ તરીકે અનિરુદ્ધસિંહ ડાભી, વલ્લભભાઈ રામાણી, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે લાલજીભાઈ આઠુ, મહામંત્રીઓ તરીકે નરોત્તમભાઈ પરમાર,મહેશભાઈ વાણીયાને નિયુક્ત કરાયા છે. લઘુમતી મોરચામાં પ્રમુખ તરીકે અલાઉદ્દીન ફોગ, મહામંત્રીઓ તરીકે સલીમભાઈ પતાણી અને અસલમભાઈ મલેકને જવાબદારી સોપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application