રાજકોટ કલેકટર કચેરીને મળ્યા નવા ૩૫ કલાર્ક: છતાં હજુ ૬૫ જગ્યા ખાલી

  • March 07, 2023 10:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા વહીવટી તંત્રમાં ખાલી પડેલી કલાર્કની જગ્યા ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં ઉતીર્ણ જાહેર થયેલા ૩૫ કર્મચારીઓને રાજકોટ જિલ્લા કલેકટર તત્રં નીચે સરકારે ફાળવ્યા છે. આમાંથી મોટાભાગના આજે કલેકટર કચેરીમાં હાજર થઈ ગયા હતા.




કલેકટર કચેરીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી કલેકટર અને મામલતદારોની કચેરીમાં કલાર્ક ની ૧૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે. સરકારે તાજેતરમાં નિમણૂકના ઓર્ડર આપ્યા છે એમાં ૩૫ ને રાજકોટ જિલ્લા કલેકટર હસ્તક ફાળવવામાં આવ્યા છે. આમ છતાં હજુ સેટ અપ મુજબ ૬૫ જગ્યા ખાલી રહે છે. આજે હાજર થયેલા તમામ નવા કલાર્કનો હાજર રિપોર્ટ ગણી, ડોકયુમેન્ટ વેરીફાઈ કરી જવા દેવાયા હતા. ધુળેટી પછી જિલ્લા કલેકટર અણ મહેશ બાબુ અને અધિક કલેકટર કેતનભાઇ ઠક્કર વચ્ચે મિટિંગ મળશે અને તેમાં રાજકોટ શહેર તથા જિલ્લાના જે તે તાલુકામાં જગ્યાઓ ખાલી છે તે ધ્યાનમાં લઈને નિમણૂક આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application