રાજકોટ : આજથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, અંદાજિત 7 હજારથી વધુ ખેડૂતો નોંધાયા

  • March 10, 2023 05:11 PM 



રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ આજથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. આ માટે રજીસ્ટ્રેશન પ્રકિયા પુરી થઈ ગઈ છે ત્યારે હવે રાજ્ય સરકારે 10 માર્ચથી એટલે કે આજથી ખરીદી શરૂ કરી છે. રાજ્ય સરકાર ખેડૂત દીઠ વાવેતર વિસ્તાર મુજબ દિવસના 125 મણ સુધી ટેકાના ભાવે ખરીદી કરશે. 


ચણાની ખરીદી આજથી સરકાર દ્વારા આજથી શરૂ કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં નોંધણી કરનાર ખેડૂતોનાં ચણાની ખરીદી થશે. જેમાં અંદાજિત 7 હજાર થી વધુ ખેડૂતો નોંધાયા છે. એક ક્વિન્ટલનો ભાવ અંદાજિત 5300 રૂપિયાથી ખરીદી થશે. રોજ ચણા વેંચવા માટે ખેડૂતોને ક્રમ મુજબ બોલાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application