રાજકોટ : માવો ખાઈ સ્વિમિંગપૂલમાં નાહવા જતા જગદીશને જોવા પડ્યા યમલોકના દ્વાર !

  • June 07, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના દોશી હોસ્પીટલમાં ડોક્ટર્સ સામે એક ખૂબ જ વિચિત્ર અને ગંભીર કેસ સામે આવ્યો હતો. થોડા દિવસો પહેલા મૂળ જુનાગઢના વાતની અને હાલ ગોંડલમાં રહી કાર ડીલરશીપનું કામ કરતા જગદીશ ચાવડાને માવો ખાવો ભારે પડ્યો છે.

સમગ્ર ઘટના મુજબ જગદીશ ચાવડા થોડા દિવસો પહેલા અમરેલી મિત્રો સાથે ગયો હતો. જ્યાં સ્વીમીંગ પૂલમાં તેમનો એક ગંભીર અકસ્માત થયો હતો. પૂલમાં તેનું માથુ દિવાલ સાથે અથડાયું, જેના કારણે તેના સર્વાઇકલ કોલરમાં ગંભીર ઈજા થઇ અને કેટલીક  તિરાડો પડી ગઇ. આ ઉપરાંત સ્વીમીંગ કરતી વખતે જગદીશે માવો મોઢામાં રાખ્યો હોવાના કારણે સોપારીના ટૂકડાથી યુવકની શ્વાસનળીમાં પણ ગંભીર ઈજા પહોચી હતી.


આ વિચિત્ર કિસ્સો જોઇને ડોક્ટર્સ પણ પરેશાન થઇ ગયા હતા. જગદીશની શ્વાસનળીમાં સોપારીના ધારદાર ટૂકડાથી વધુ ક્ષતિગ્રસ્ત થઇ હતી. સોપારીના ટૂકડા અને ચુનાના કારણે તેના ફેફસામાં પણ ચેપ લાગ્યો હતો. અકસ્માતના પગલે તેના કોલરબોનમાં પણ ફ્રેક્ચર થયું હતું. વીડિયો બ્રોન્કોસ્કોપીની મદદથી શ્વાસનળીમાંથી સોપારીના આઠ ટૂકડા બહાર કાઢવામાં આવ્યા હતા. જગદીશને 12 દિવસ વેન્ટિલટેર પર અને એક અઠવાડિયા સુધી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની સ્પાઈન સર્જરી પણ કરવામાં આવી હતી. હાલ તેની હાલત સ્થિર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application