ગુજરાત રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે વરસાદ

  • May 30, 2023 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા બે – ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો કેટલાક જિલ્લાઓમાં ઉકળાટ સાથે ગરમી પડશે.


સુરત સહિત દ.ગુજરાતમાં જોરદાર પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે.વરસાદી માહોલ સર્જાતાં તાપમાન ઘટયું, કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે.અમદાવાદમાં સતત બીજા દિવસે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.


24 કલાકમાં રાજ્યના 32 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે.વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.રાજ્યના તમામ શહેરોમાં 3 દિવસમાં તાપમાન 6 થી 7 ડિગ્રી ઘટ્યું છે. જેમાં અમદાવાદમાં તાપમાન 36.1 ડિગ્રી,ગાંધીનગરમાં 35.1 ડિગ્રી, વડોદરામાં 37.4 ડિગ્રી, સુરતમાં 36.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે મોટેભાગના વિસ્તારોમાં મોડી સાંજે વરસાદી ઝાપટાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. 24 કલાકમાં રાજ્યના 32 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છના અંજાર તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ થયો છે તો પાલીતાણા અને ધોરાજીમાં દોઢ - દોઢ ઈંચ વરસાદ થયો છે.


સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. તેમજ કચ્છમાં ગઈકાલે પણ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ થયો હતો ત્યાં આજે પણ વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે.અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તેમજ કેટલાંક દરિયાકિનારાના વિસ્તારોમાં દરિયામાં કરન્ટ જોવા મળી શકે છે. તેથી દરિયા કિનારે લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application