રેલવે હવે મુસાફરોને આપશે માત્ર રૂ.20માં ભરપેટ ભોજન જેમાં આ લોકોને મળશે લાભ

  • July 24, 2023 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનોમાં મુસાફરી કરે છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ઘણા નિયમો બનાવ્યા છે. જેથી મુસાફરીને સુરક્ષિત અને સુવિધાજનક બનાવી શકાય. આ ઉપરાંત ભારતીય રેલ્વે મુસાફરો માટે સમયાંતરે ઘણી નવી સુવિધાઓ પણ શરૂ કરે છે.


હવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ખાવાનું ખાવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે નહીં. હવે ભારતીય રેલવે તમને ખૂબ જ સસ્તા ભાવે ભોજન આપશે. ભારતીય રેલ્વેએ એક ખાસ યોજના શરૂ કરી છે. આ સ્કીમ શરૂ થયા બાદ તમે માત્ર 20 રૂપિયામાં પેટ ભરીને ભોજન કરી શકશો.


ભારતીય રેલ્વેએ આ વિશેષ યોજના હેઠળ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને 20 થી 50 રૂપિયાના પેકેટ્સ આપવાનો નિર્ણય કર્યો છે.આ પેકેટ્સમાં તમને પાવ ભાજી, શાક પુરી અને અન્ય ઘણી દક્ષિણ ભારતીય વાનગીઓ ખાવા માટે મળશે. ભારતીય રેલ્વેના આ નિર્ણયથી તે ગરીબ લોકોને ઘણો ફાયદો થશે જેઓ લાંબા અંતરની મુસાફરી કરે છે.


મુસાફરોને 50 રૂપિયાના ફૂડ પેકેટમાં 350 ગ્રામ ભોજન મળશે. જો કે આ યોજના માત્ર 64 સ્ટેશનો પર જ શરૂ કરવામાં આવી છે. તેને હવે ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવશે. તે પછી આ યોજના દેશના તમામ સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે.જનરલ કોચમાં મુસાફરી કરતા લોકોને આ યોજનાનો લાભ મળશે. તેનું કારણ એ છે કે સામાન્ય બોગીની સામે સસ્તું ભોજન આપવા માટે ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application