માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની 2 વર્ષની સજા યથાવત કે મળશે સ્ટે ? આજે સુનાવણી,

  • April 13, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સુરતની કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવામાંથી મુક્તિ આપી છે


મોદી અટક મુદ્દે માનહાનિના કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અરજી પર આજે ફરી સુરતની કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. નીચલી કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આજે રાહુલ ગાંધીની સજા પર સ્ટેની અરજી પર સુનાવણી કરવામાં આવશે. જો કે કોર્ટે ગત સુનાવણી વખતે જ રાહુલ ગાંધીને હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.




કોર્ટે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ સુનાવણી દરમિયાન હાજર રહેવું જરૂરી નથી. રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતાં તેમણે સ્ટે ઓફ કન્વેક્શન માટેની અપીલ કરી છે. આ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલાં કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.




જે બાદ ગત રોજ ફરિયાદી પૂર્ણેશ મોદી તેમના વકીલ સાથે સુરતની કોર્ટમાં હાજર થયા હતા અને તેમની વાંધા અરજી રજૂ કરી હતી. પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે અમે અમારો જવાબ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે.




સમગ્ર કેસની વિગત જોઇએ તો 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ મોદી અટકને લઇને ટિપ્પણી કહી હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે 23 માર્ચે ચુકાદો સંભળાવી રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી.



આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગતા કોર્ટ દ્વારા તરત જ રાહુલ ગાંધીને 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે એટલે કે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. ત્યાર બાદ રાહુલે 3 એપ્રિલના રોજ નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application