રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકાર્યા બાદ કોર્ટે 10 હજારના બોન્ડ પર જામીન કર્યાં મંજૂર

  • March 23, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક સભામાં સંબોધન કરતી વખતે રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને લઈને સુરતના ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો. 


આ  વિગત મુજબ વર્ષ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેંગ્લોર રાજ્યના કલ્લારૂ ખાતે પોતાના ભાષણમાં તમામ મોદી અટકવાળા લોકો ચોર હોવાની વિવાદીત ટિપ્પણી કરી હતી. જેને લઈ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે.    


ત્યારે આજે સુરત કોર્ટે વિડીયોના એનાલીસીસ બાદ  માનહાનીના કેસમાં રાહુલ ગાંધી IPC 500 મુજબ દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને તેમને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.


'બધા જ મોદી 'ચોર' કેમ ?'ની વિવાદિત ટીપ્પણી બાદ વર્ષ 2019માં રાજકારણ ગરમાયું હતું. રાહુલ ગાંધીએ નીરવ મોદી અને અન્ય ભાગેડુઓના નામનો ઉલ્લેખ કરી આ વિવાદિત ટીપ્પણી કરી હતી. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ નોંધાવેલી ફરિયાદ મામલે સુરત કોર્ટમાં રાહુલ ગાંધી આજરોજ ૩જી વાર હાજર થયા છે, ત્યારે માનહાનિનો કેસનો આજે  ચુકાદો કોર્ટે આપ્યો છે. 


સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાયો હતો. કલમ 499માં કોઈ પણ વ્યક્તિના સન્માન અને પ્રતિષ્ટના રક્ષણની જોગવાઈ છે અને બદનક્ષીનો દાવો દાખલ કરી શકાય છે. જ્યારે કલમ 500 હેઠળ સજાની જોગવાઈ છે. કલમ 400 અને 500 હેઠળ કલમ 499 હેઠળ દોષિતને જામીનની જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડની જોગવાઈ કરાઈ છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application