જામનગરમાં ફાસ્ટફૂડ કેન્ટીનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો

  • January 19, 2023 10:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં આવેલા એક ફાસ્ટ ફૂડ પાર્લરમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા સાથે વેપારીને ઝડપી લીધો છે, જ્યારે તેને દારૂ નો જથ્થો સપ્લાય કરનાર સુરેન્દ્રનગરના શખ્સને ફરારી જાહેર કરાયો છે.


જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં આવેલા ફૂડ ઇવનિંગ કેન્ટીન નામના ફાસ્ટફૂડ પાર્લરમાં તેના સંચાલક સંદિપ કાંતિલાલ નંદા (રહે. મુળજી જેઠા ધર્મશાળા પાછળ, અનમોલ રેસીડેન્સી રૂમ નં. ૩૦૩)દ્વારા નાસ્તાના વેપારની સાથે સાથે દારૂનું પણ ખાનગીમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન દુકાનમાંથી ૨૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂ પોલીસે કબજે કરી લીધો છે, અને દુકાનદાર સંદિપ નંદાની અટકાયત કરી છે.


 પોલીસ દ્વારા તેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ નો જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામના અબ્દુલખાન દિલાવરખાન જતમલેકે સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર સુરેન્દ્રનગર સુધી લંબાવ્યો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application