પેલેસ રોડ–યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં બાકીદારોની ૧૪ મિલકતો સીલ: ૫૬ને નોટિસ

  • March 21, 2023 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની વેરા–વસુલાત શાખા દ્રારા આજે પેલેસ રોડ અને યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં બાકીદારોની કુલ ૧૪ મિલ્કતોને સીલ ૧ નળ કનેકશન કપાત કરી ૫૬ મિલ્કતોને ટાંચ જીની નોટીસની બજવણી કરાઈ હતી અને કુલ ા.બે કરોડ રીકવરી કરાઈ હતી. આજ દિવસ સુધીમાં ટેકસની કુલ આવક .૨૯૪.૫૧ કરોડ થઈ છે. વિશેષમાં ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે , આજે રિકવરી ડ્રાઇવ અંતર્ગત વોર્ડ નં.૨માં જામનગર રોડ ઉપર આવેલ ૨ યુનિટને નોટીસ, એરપોર્ટ રોડ પર આવેલ ૩ યુનિટને નોટીસ, અમરજીત નગરમાં ૧૨ યુનિટને નોટીસ, વોર્ડ નં.૩માં પરસાણનગરમાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૦૦ લાખ, વોર્ડ નં.૪માં કુવાડવા રોડ પર આવેલ ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૦૦ લાખ.વોર્ડ નં.૫માં માર્કેટિંગ યાર્ડ રીંગ રોડ પર આવેલ ૧ નળ કનેકશન કપાત, આશ્રમ રોડ પર આવેલ ૧ યુનિટ સીલ, વોર્ડ નં.૬માં સંતકબીર મેઇન રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૨૦ લાખ, વોર્ડ નં ૭માં યાજ્ઞિક રોડ પર આવેલ ૨–યુનિટ સીલ, પેલેસ રોડ પર આવેલ ૪ યુનિટ સીલ, વોર્ડ નં.૮માં કાલાવાડ રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૮૫૦૦૦, વોર્ડ નં.૯માં યુનિ.રોડ પર આવેલ ૨–યુનિટને નોટીસ, સાધુ વાસવાણી રોડ પર આવેલ ૪ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૦માં જલારામ પ્લોટમા ૨ યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૧માં મવડી રોડ પર આવેલ ૨–યુનિટને નોટીસ તેમહ શાક્રીનગરમાં ૧–યુનિટને નોટીસ, વોર્ડ નં–૧૨માં ૧૫૦ ફુટ રોડ પર આવેલ ૩–યુનિટને નોટીસ આપેલ, વોર્ડ નં–૧૩માં નવલનગરમાં ૨–યુનિટને નોટીસ, કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૩૪ લાખ, વોર્ડ નં.૧૪માં સોરઠીયાવાડી ઇન્ડ એરીયામાં ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૨૫૯૧૦, વોર્ડ ન–ં ૧૫માં જી.આઇ.ડી.સી. વિસ્તારમાં૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૬૦૦૦૦, શ્રી હરી ઓધોગિક વિસ્તારમા ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪૮૦૦૦, વોર્ડ નં.૧૬માં કોઠારીયા મેઇન રોડ પર આવેલ ૫–યુનિટને નોટીસ, વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી  ૫.૦૦ લાખ, ઢેબર રોડ પર આવેલ ૫–યુનિટની નોટીસ સામે રીકવરી .૩.૧૫ લાખની વસુલાત કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application