ગેસ કેડરના સૌરાષ્ટ્ર્ર–કચ્છના ૧૦ સહિત ૭૭ને પ્રમોશન: અઢી વર્ષે કાનૂની કોકડું ઉકેલાયું

  • June 01, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગરના અધિકારીઓનો સમાવેશ




પંચાયત અને મહેસુલી કેડરોમાં સિનિયોરિટીના ચાલતા વિવાદના કારણે છેલ્લા અઢી વર્ષથી અટકી પડેલી પ્રમોશનની પ્રક્રિયા આખરે આગળ વધી છે.  ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્રારા પંચાયત અને રેવન્યુ એમ બંને વિભાગમાં ગેસ કેડરના જુનિયર સ્કેલના ૭૭ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે. પ્રમોશનમાં સૌરાષ્ટ્ર્ર કચ્છના ૧૦ અધિકારીઓનો સમાવેશ થાય છે.




બોટાદના પ્રાંત ઓફિસર ડી.એન. સતાણી જામનગરના ડેપ્યુટી ડીડીઓ એ. એસ. મન્ડોત, લાલપુરના પ્રાંત ઓફિસર એન.ડી. ગોવાણી, જૂનાગઢના ડેપ્યુટી ડીડીઓ પી. એ. જાડેજા, ભાવનગરના ડેપ્યુટી ડીડીઓ જી.જી. દેવમણિ, અમરેલીના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.પી. પટણી, મોરબીના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, પોરબંદરના પ્રાંત અધિકારી કે. જે. જાડેજા, ભાવનગરના ડેપ્યુટી ડીડીઓ જે.એમ વેગડા, ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારી એમ.પી. પટેલ, કચ્છના ડેપ્યુટી કલેકટર આર. કે. ઓઝાનો સમાવેશ થાય છે. જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે તે તમામને તેમની મૂળ જગ્યાએ જ રાખવામાં આવ્યા હોવાથી નજીકના ભવિષ્યમાં અધિકારીઓની બદલીની વાત હાલ તુરત શકય જણાતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application