'પ્રોજેક્ટ કે'નો ફર્સ્ટ લૂક થયો રીવીલ, પ્રભાસ અને દીપીકાની ફરી એક વાર દમદાર એન્ટ્રી

  • July 19, 2023 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ 'આદિપુરુષ' બાદ હવે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ 'પ્રોજેક્ટ કે' દ્વારા ફરી મોટા પડદા પર એન્ટ્રી કરી રહ્યો છે. આજે પ્રભાસનો ફિલ્મ માટેનો અભિનેતાનો ફર્સ્ટ લૂક બહાર આવ્યો છે. પ્રોડક્શન હાઉસ વૈજયંતિ મૂવીઝે 'પ્રોજેક્ટ કે'માંથી પ્રભાસનો ફર્સ્ટ લુક તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે. જેમાં પ્રભાસ સિવાય બોલિવૂડ ક્વીન દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. બંને પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે. બંનેના ફેન્સ પણ આ જોડીને પડદા પર જોવા આતુર છે. જ્યારે પ્રભાસ પહેલા દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો.


શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, હીરો આવે છે..હવેથી, ગેમ ચેન્જ. આ પોસ્ટરમાં પ્રભાસ ફરી એક દમદાર પાત્રમાં જોવા મળી રહ્યો છે. ફેન્સને અભિનેતાનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને કોમેન્ટ્સમાં પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.


દીપિકા પોતાના લુકથી ફેન્સને પ્રભાવિત કરી શકી નથી. કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા હતા તો કેટલાકને દીપિકાનો લુક બિલકુલ પસંદ ન આવ્યો. આ ફિલ્મમાં દીપિકા અને પ્રભાસ સિવાય ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો અમિતાભ બચ્ચન અને કમલ હાસન પણ જોવા મળવાના છે. સમાચાર અનુસાર, આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા પ્રભાસ 'આદિપુરુષ'માં જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application