ભાણવડ તાલુકા આહિર કર્મચારી મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

  • July 22, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા ધારાસભ્ય હેમંતભાઇ ખવાનું વિશેષ સન્માન

ભાણવડ તાલુકા આહિર કર્મચારી મંડળ દ્વારા તા.૧૭-૭-૨૩ને રવિવારે ગાયત્રી આશ્રમ ઘુમલી રોડ ખાતે કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાના અઘ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયેલ.
આ પ્રસંગે ધારાસભ્ય હેમંતભાઇ ખવા, આહિર સમાજનાં પ્રમુખ સાજણભાઇ રાવલીયા, પાલાભાઇ કરમુર, તા.પં. પ્રમુખ માલદેભાઇ રાવલીયા, નિવૃત ડે. કલેકટર બાંભણીયા, ડો. યુ.ડી. ચંદ્રાવાડિયા, હમીરભાઇ છુછર, હમીરભાઇ કનારા, ગોવિંદભાઇ કનારા, વરવાભાઇ ગોજીયા, મુકેશભાઇ વાવણોરીયા, રામભાઇ કરમુર, સગાભાઇ રાવલીયા, કર્મચારી મંડળના સૌ હોદેદારો તથા તાલુકામાં ફરજ બજાવતાં આહિર સમાજના કર્મચારી ભાઇઓ બહેનો સહિત સર્વે ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમની શરુઆત દિપપ્રાગટય કરી કરવામાં આવી હતી. તેમજ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કર્મચારી મંડળનાં પ્રમુખ અરજણભાઇ ગાગલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
કર્મચારી મંડળદ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓ અને વિનૃત વિદાયમાનના પ્રત્યુતરમાં ડે. કલેકટર બાંભણીયાએ મંડળની કામગીરી બિરદાવેલ. તેમજ વર્ષ ૨૦૦૪માં મામલતદાર તરીકે ફરજ બજાવી તેઓનો મુતકાળ અને ભાણવડ તાલકુાનાં જનસમુદાય અને ભૌગોલિક બાબતોને યાદ કરી ભાણવડને પોતાની કર્મભૂમિને યાદ કરી મંડળને અભિનંદન પાઠવેલ.
ધારાસભ્ય હેમંતભાઇ ખવાએ કર્મચારી મંડળનો આભાર માની કર્મચારી મંડળની વિવિધ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી.
કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવેલ કે હાલનાં યુગમાં કર્મચારીનાં માઘ્યમથી સરકારની અનેક યોજનાઓ છેવાડાનાં ગામ સુધી અને છેવાડાનાં જનસમુદાય સુધી પહોંચાડી ખરા અર્થમાં કર્મયોગી હોય છે. તેમજ લગત વિભાગમાં નાના કે મોટા કર્મચારીઓ ફરજ બજાવેછે. તમામને શીખ આપતાં જણાવેલ કે આપ સૌ સમાજના મગન સમાન છો જેને કાયમ સત્કાર્યમાં દોડતું રાખવું. કર્મચારી મંડળનાં સ્નેહમિલન, સન્માન, સમુહ ભોજન જેવા વિદા કાર્યક્રમનાં મંડળ તથા તેમનાં હોદેદારોને અભિનંદન પાઠવેલ. દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલ કાર્યક્રમને બિરદાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રણમલભાઇ બારીયા દ્વારા કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારી મંડળનાં હોદેદારોએ જહેમત ઉઠાવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application