લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ અને પરાબજારમાં દબાણ હટાવ ટીમ ત્રાટકી

  • January 24, 2023 11:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૮ રેંકડી–કેબિનો, ૧૭૧ સાઇન બોર્ડ–બેનર, ૪૯ પરચુરણ ચીજ વસ્તુઓ, ૧૨૦ કિલો શાકભાજી જ: રૂા.૭૩ હજારનો હાજર દડં વસુલ્યો: ફટપાથ ઉપરથી પાથરણાવાળાઓ–ફેરિયાઓને ભગાડા




તાજેતરમાં લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશન તેમજ ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવાનપરા બજાર સહિતની મુખ્ય બજારોના વેપારીઓએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને આ
બજાર વિસ્તારોમાંથી પાથરણાવાળાઓ તેમજ લારી ગલ્લાધારકોના દબાણો હટાવવા માટે સામુહિક રજૂઆત કરી હતી જેના અનુસંધાને રવિવારે વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી કરાઇ હતી અને દબાણો દૂર કરાવ્યા હતા તેમજ હવેથી દર રવિવારે પોલીસનો બંદોબસ્ત સાથે રાખી તમામ મુખ્ય બજારમાં દબાણ હટાવ ડ્રાઇવ ચલાવાશે.




વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દિવાનપરા બજાર, પરા બજાર સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તા ઉપર નડતરપ ૧૮ રેંકડીઓ પરાબજાર, યુનિવર્સીટી રોડ, સાધુવાસવાણી રોડ ઉપરથી જ કરવામાં આવી હતી.તદઉપરાંત જુદીજુદી અન્ય ૪૯ પરચુરણ ચીજ વસ્તુઓ જ કરવામાં આવી હતી તેમજ ૧૨૦ કિલો શાકભાજી–ફળો વિગેરે જ કરી .૫૫,૮૫૦ વહીવટી ચાર્જ વસુલ્યો હતો. યારે દુકાન બહાર મંજૂરી વિના મંડપ નાખનાર પાસેથી.૧૭,૨૫૦નો દડં વસુલવામાં આવ્યો હતો. રોડ ઉપર તેમજ ફટપાથ ઉપરથી ૧૭૧ બોર્ડ–બેનર જ કરવામા આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application