રાજકોટ જિલ્લા પંચાયતની કરોડોની જમીનમાં દબાણ: તત્રં નિષ્ક્રિય

  • August 08, 2023 05:35 PM 


સદર બજારમાં ધ્રાંગધ્રાના ઉતારાવાળી જગ્યા તરીકે ઓળખાતી સોનાની લગડી જેવી ૫૦૦૦ ચોરસ મીટર જમીનના દબાણો દૂર કરવા કારોબારી સમિતિના ચેરમેને ધમપછાડા કર્યા પરંતુ તત્રં હલબલ્યુ પણ નહીં



રાજકોટ શહેરની મધ્યમાં સદર બજાર વિસ્તારમાં ધાંગધ્રા સ્ટેટના ઉતારા તરીકે જાણીતી જગ્યા રાજકોટ જિલ્લા પંચાયતની છે. કરોડો રૂપિયાની કિંમતની અંદાજે ૫૦૦૦ ચોરસ મીટર જેટલી આ જગ્યામાંથી મોટાભાગની જગ્યામાં દબાણ થઈ ગયા છે પરંતુ તે દબાણ દૂર કરવામાં જિલ્લા પંચાયતનું તત્રં નિષ્ફળ રહ્યું છે.



ધાંગધ્રાના ઉતારાવાળી આ જગ્યા અત્યારે પશુ દવાખાનાવાળી જગ્યા તરીકે ઓળખાય છે. રાજકોટ જિલ્લા પંચાયત સંચાલિત અહીં પશુ દવાખાનું છે અને તેના સ્ટાફને રહેવા માટેના દાયકાઓ પૂર્વે બનાવેલા ૬ કવાર્ટર્સ પણ છે. અત્યારે આ કવાર્ટર્સ પર પણ અનધિકૃત કબજો હોવા છતાં વર્ષેાથી તેમાં પણ કોઈ સુધારો થયો નથી. જિલ્લા પંચાયત ઓન પેપર કાનૂની યુદ્ધ લડી રહી છે. પરંતુ વર્ષેા પછી પણ તેમાં કોઈ રીઝલ્ટ આવ્યું નથી. છ સરકારી કવાર્ટર્સ જિલ્લા પંચાયતના જે કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા તે તમામ કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે અથવા તો અવસાન પામ્યા છે. એક કવાર્ટર્સમાંતો બીજી –ત્રીજી પેઢીના લોકો રહે છે.





રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના વર્તમાન ચેરમેન સહદેવસિંહ જાડેજાએ યારે જવાબદારી સંભાળી ત્યારે પહત્પં આ બધું ગમે તે થાય ચોખ્ખું કરીને દઈશથ તેવા પડકારા કર્યા હતા પરંતુ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ કે અધિકારીઓમાંથી બહત્પ ઓછા લોકોનો સહકાર મળતા આવું કશું થઈ શકતું નથી. હવે તો ચેરમેનની ટર્મ પણ પૂરી થવા આડે માત્ર એકાદ મહિનો બાકી છે. આ બાબતે ચેરમેન સહદેવસિંહનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે વ્યકિતગત કિસ્સામાં ઘણી વખત આવી કામગીરી શકય ન બનતી હોય પરંતુ આ કિસ્સામાં તો અત્યારે સરકારી સંસ્થા જિલ્લા પંચાયત માલિક છે અને સરકારી મિલકત પર દબાણ થયું છે ત્યારે તે દૂર કરવાની કામગીરીમાં આટલો બધો વિલબં દુ:ખદ છે.  લેન્ડ ગ્રેબિંગનો નવો કાયદો થોડા સમયથી અમલમાં આવ્યો છે. સરકારી મિલકત પરના દબાણો ખુલ્લા કરવામાં આ કાયદો ઘણો મહત્વનો છે. જિલ્લા વિકાસ અધિકારી હોદાની એ આ કમિટીના સભ્ય હોય છે. ત્યારે ઝડપભેર આ કામગીરી થાય તો જિલ્લા પંચાયતને પણ આર્થિક મોટો ફાયદો થાય તેમ છે.



૬ કવાર્ટસમાં કબજો જમાવનારના નામે લાઈટ –વેરાના બિલ મહાપાલિકા અને પીજીવીસીએલના તંત્રે હાથ ઉંચા કરી નાખ્યા

ધાંગધ્રાના ઉતારામાં આવેલી આ જગ્યામાં જે કવાર્ટર્સ છે તે તમામ છ કવાટર્સમાં કબજો જમાવીને રહેતા લોકોએ વીજ કનેકશન પોતાના નામે લઈ લીધા છે અને મહાનગરપાલિકાનું વેરા બિલ પણ તેમના નામે આવી રહ્યું છે. જમીન અને મિલકતની માલિકી જિલ્લા પંચાયતની હોવા છતાં આવું કેમ બન્યું ? તે જાણવા માટે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા એ સ્થળ પર મુલાકાત લઇ પંચરોજ કામ કયુ હતું. યારે કોઈ વ્યકિત વીજ કનેકશન લેવા જાય છે ત્યારે તેની પાસેથી રહેણાંકની માલિકીના પુરાવા માંગવામાં આવે છે અને આવી જ રીતે વેરા બિલ પણ મિલકતની માલિકીનો દસ્તાવેજ રજૂ કર્યા પછી જે તે આ સામેના નામે બનતું હોય છે. આવું કેમ થયું ? તે જાણવા માટે રાજકોટ જિલ્લા પંચાયતે વિધિવત રીતે પીજીવીસીએલ અને મહાનગરપાલિકામાં લેખિતમાં ડિમાન્ડ કરી જવાબ માંગ્યો હતો. પીજીવીસીએલના પ્રધુમનનગર સબ ડિવિઝનમાં આ મિલકત આવે છે અને તેથી આ ડિવિઝનના પીજીવીસીએલના સતાવાળાઓએ એવો જવાબ આપ્યો છે કે નિર્મળ ગુજરાત ઝુંબેશ દરમિયાન અમે જુના ફાઈલો અને કાગળનો નિકાલ કર્યેા છે. તેમાં આ કનેકશનના દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે. હાલ આ મિલકતનું કનેકશન ભગવાનજીભાઈ મૂળજીભાઈ પરમારના નામનું છે. મહાનગરપાલિકાએ પણ કઈં અશે આવો જ જવાબ આપ્યો છે અને જણાવ્યું છે કે અમને આ માટેની ફાઈલ મળતી નથી. લાઈટ બિલ અને પાણી વેરા અને મિલકત વેરાના બિલ જેના નામના આવે છે તે ભગવાનજીભાઈ મૂળજીભાઈ પરમાર જિલ્લા પંચાયતની પશુપાલન શાખામાં એટેન્ડન તરીકે ફરજ બજાવતા હતા. ૧૯૬૪થી તેમને આ કવાટર્સ ફાળવવામાં આવ્યું હતું. તારીખ ૪ જુલાઈ ૧૯૭૩ ના રોજ તેમનું અવસાન થયા પછી તેમના પત્નીને રહેમરાહે નોકરી આપવામાં આવી હતી. તારીખ ૧૦ ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ ભગવાનજીભાઈ ના પત્નીનું પણ અવસાન થયું છે. પરંતુ કવાર્ટસમાં હજી તેમના પરિવારના સભ્યો રહે છે અને આ સંદર્ભે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application