પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના પોલીસ અધિકારીઓને મળ્યા અતિ ઉત્કૃષ્ટ્ર સેવા પદક

  • May 18, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુલ ૧૦૨ પોલીસ કર્મચારીઓ ઉત્કૃષ્ટ્ર કે અતિ ઉત્કૃષ્ટ્ર સેવા પદકમાં પસંદગી પામ્યા


રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ અતિ ઉત્કૃષ્ટ્ર સેવા પદક તેમજ અન્ય કર્મચારીઓને ઉત્કૃષ્ટ્ર સેવા પદક મળી કુલ ૧૦૨ પોલીસકર્મીઓને સરકાર દ્રારા સન્માનિત કરાયા છે.



બન્ને પદકની પસંદગીના માપદંડમાં ૧૫થી ૨૫ વર્ષની પોલીસ સર્વિસમાં સારી કામગીરી કે નોંધનીયવ ફરજ બજાવનારો પોલીસ કર્મીઓને ઉત્કૃષ્ટ્ર સેવા પદક એનાયત કરાય છે. ૨૫ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવનારા કર્મીઓની પસંદગી અતિ ઉત્કૃષ્ટ્ર સેવા પદક માટે થાય છે. ૧૯૯૫ની બેચના આઈપીએસ રાજકોટના સીપી રાજુ ભાગર્વ ઉપરાંત અન્ય ડીવાયએસપી કે એ કક્ષાના અધિકારીઓ અતિ ઉત્કૃષ્ટ્ર સેવા પદક માટે સિલેકટ થયા છે.


જયારે ૪૬ પોલીસ કર્મીઓને ઉત્કૃષ્ટ્ર સેવા પદક મળશે. રાય સરકાર દ્રારા તૈયાર કરાતી યાદીમાં કોણ સિલેકટ થઈ શકે છે કે નહીં? તે માટેની એક ખાસ કમિટી હોય છે. જેઓ ચોક્કસ પેરામીટર સર્વિસ રેકોર્ડ આધારે ફાઈનલ યાદી તૈયાર કરી મોકલે છે. બન્ને પદકમાં સિલેકટ થયેલા કર્મચારીઓમાં પોલીસ ઉપરાંત એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ)ના જવાનોનો પણ સમાવેશ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application