બેડીમાં ખુલ્લા વંડામાં જુગાર રમતા ૧૫ શખસોને ઝડપી લેતી પોલીસ

  • January 30, 2023 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ.૯૮,૭૫૦ રોકડ અને ૧૨ મોબાઇલ સહીત કુલ રૂ.૧.૯૪ લાખની મત્તા કબજે



એલસીબી ઝોન-૧ ની ટીમે બેડી ગામમાં ખુલ્લા વંડામાં જુગાર રમતા ૧૫ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે પટ્ટમાંથી રોકડ રૂ.૯૮ હજાર ૧૨ મોબાઇલ સહિત કુલ રૂ.૧.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,એલસીબી ઝોન-૧ ના પીએસઆઇ બી.વી.બોરીસાગર અને એએસઆઇ આર.એચ.કોડીયાતર તથા ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હતી દરમિયાન કોન્સ. સત્યજીતસિંહ જાડેજા,દિવ્યરાજસિંહ જાડેજા અને રવીરાજભાઇ પટગીરને મળેલી બાતમીના આધારે પોલીસે બેડી ગામમાં ખુલ્લા વંડામાં જુગાર રમતા ૧૫ શખસોને ઝડપી લીધો હતો.પોલીસે તેમની પાસેથી રોકડ રૂ.૯૮૭૫૦ અને ૧૨ મોબાઇલ સહિત કુલ રૂ.૧,૯૪,૨૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.



જુગાર રમતા પકડાયેલા શખસોમાં ઉમેશ મોહનભાઇ મકવાણા,મનીષ દિપકભાઇ મકવાણા,મહેશ પોપટભાઇ મકવાણા,અરવિંદ હરીભાઇ સાગઠિયા,મુકેશ શામજીભાઇ મકવાણા,ભરત શીવજીભાઇ મકવાણા,મોહિત બાબુભાઇ મકવાણા,અજય વિનોદભાઇ મકવાણા,નીલેશ પોપટભાઇ મકવાણા,મયુર મુળજીભાઇ ઉભડીયા,સુરેશ નથુભાઇ ચાવડા,વિનોદ શામજીભાઇ મકવાણા અને મનસુખ માધાભાઇ મકવાણા(રહે.બધા બેડી ગામ) નો સામવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application