રાજુલામાં ખાનગી કંપનીના કર્મચારી પાસેથી ખંડણી-વ્યાજ લેતાં ૯ શખસોને પોલીસે ઝડપ્યા

  • February 17, 2023 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજુલાના અલ્ટ્રાટેક કંપની પેટા કોન્ટ્રાક્ટ આવેલ કંપનીમાં નોકરી કરતા એક વ્યક્તિએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.તેની પાસેથી ઉચ્ચું વ્યાજ,બળજબરી પૂર્વક બેન્કના ચેક તેમજ દસ્તાવેજ પડાવી લઈને વધુ વ્યાજ તથા મુદ્દલ રકમ ની ઉઘરાણી કરી ખંડણી માંગવામાં આવી હતી.જેના અનુસંધાને પોલીસે ૯ શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે,કોવાયા ગામે આવેલ અલ્ટ્રાટેક કંપનીમાં આવેલ પેટ કંપની એ.જે ઇલેક્ટ્રિકલ્સ કંપનીમાં નોકરી કરતા સાબુ થનકચંદ યોહાના (ઉ.વ.૪૪) જે મૂળ કેરાલાના વતની છે.તેમના દ્વારા આજથી ૧૦ વર્ષ પહેલાથી આજદિન સુધી રૂ.૩૫ લાખ ત્રણ ટકાના વ્યાજે લીધેલા હતા.તેના વ્યાજ પેટે ૧,૩૦,૪૦,૦૦૦ રોકડ તથા કંપનીની મિલકત જેમાં રાજુલાના હિંડોરણા ગામે આવેલ પ્લોટના દસ્તાવેજ તથા સૂર્યો બંગ્લોઝમાં આવેલ મકાન નંબર-૨૨ નો અસલ દસ્તાવેજ તેમજ એસબીઆઈ બેન્ક કોવાયા બ્રાન્ચના એ.જે ઇલેક્ટ્રોનીક્સ કંપનીના નામના કોરા ચેક પડાવી લઈને પઠાણી ઉઘરાણી કરી હતી.
​​​​​​​
આ ઉપરાંત લક્ષમણભાઈ સાદુળભાઈ વાઘ કંપનીના કોઈ કામ ન હોય છતાં પણ ખંડણી પેટે વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૩ સુધી દર મહિને રૂ.૧૦ હજાર લેખે કુલ ૪.૮૦ લાખ તથા વર્ષ ૨૦૦૪ થી વર્ષ ૨૦૦૭ દરમિયાન દર મહિને રૂ.૨૦ હજાર લેખે રૂ.૯.૬૦ લાખ તેમજ વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૮ સુધી દર મહિને ૩૦ હજાર લેખે રૂ.૩૯,૬૦૦૦૦ મળી કુલ વર્ષ ૧૯૯૯ થી ૨૦૧૮ સુધી ખંડણી પેટે ૫૪ લાખ બળજબરીથી પડાવી લીધા હતા.તો દાનુભાઈ વીરાભાઇ નોળ કંપનીમાં કોઈ કામ ન કરતો હોવા છતાં પણ વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધીમાં દર મહિને ખંડણી પેટે રૂ.૧૦ હજાર લેખે ૭.૨૦ લાખ બળજબરીથી પડાવી લઈને તથા ૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં કોઈ ખંડણીની રકમ ન આપેલ હોય જેથી જાનથી મારી નાખવાની ધમકી આપી અને કોવાયા ગામે ઓફિસ પર બોલાવી ૯૦ હજારના બે કોરા ચેક પણ લઈ લીધેલા હતા.
આ અંગે મરીન પીપાવાવ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ભગવાનભાઇ ટપુભાઈ વાઘ, બાલુભાઈ વાઘ, રામભાઈ ઉર્ફે ટોપી રાજાભાઈ  લાખણોત્રા, સુરેશભાઈ અગ્રાવત, લક્ષ્મણભાઇ વાઘ, દુલાભાઇ લાખણોત્રા, દાનુભાઈ વીરાભાઇ નોળ, લાભુભાઈ બાલુભાઈ વાઘને પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application