રેસકોર્સ રિંગરોડ પર પોલિમર બેઝડ ડામર રોડનો પાયલોટ પ્રોજેકટ

  • January 31, 2023 10:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના આજે રજૂ થયેલા ડ્રાફટ બજેટમાં પ્રથમ વખત પોલિમર બેઝડ ડામરનો પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાવાના કારણે રસ્તા તૂટી જતા હોવાની ફરિયાદો દર વર્ષે રહેતી હોય છે. આ ફરિયાદો કાયમી ધોરણે ઉકેલવા માટે આ નવી પધ્ધતિ અપનાવવાનો નિર્ણય કરાયો છે. સૌપ્રથમ રેસકોર્સ રિંગરોડ પર પાયલોટ પ્રોજેકટ હાથ ધરાશે.
વિશેષમાં પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, રેસકોર્સ રિંગરોડ પર ૧૫ હજાર સ્કવેર મીટર વિસ્તારમાં પોલિમરાઈઝડ પેવર કરાશે. રાજકોટ શહેરમાં આ પ્રથમ પ્રયોગ રહેશે.





દરમિયાન આ અંગેની વિસ્તૃત વિગતો આપતા સિટી એન્જિનિયર એચ.એમ. કોટકે જણાવ્યું હતું કે, પાણી ભરાવાના કારણે રસ્તા તૂટતા રોકવા માટે આ નવી ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવશે. વિવિધ ખાનગી કંપનીઓ જેવી કે રિલાયન્સ તેમજ જાહેર સાહસોમાં ઓએનજીસી વિગેરે કંપનીઓ દ્રારા પોતાના સંકૂલોમાં બનાવાતા ડામર રોડમાં પોલિમરાઈઝડ ડામરનો ઉપયોગ કરી ટકાઉ રસ્તાનું નિર્માણ કરાતું હોય છે.





આ ઉપરાંત વિવિધ ડામર બનાવતી અને વેચતી કંપનીઓ તેમજ લેબોરેટરીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિષ્કર્ષ પર આવ્યા હતા. રેસકોર્સ રિંગરોડના ૨૫ ટકા રોડમાં પ્રાયોગિક ધોરણે પોલીમરાઈઝડ ડામર કરાશે જેનો અંદાજિત ખર્ચ રૂા.૭૫ લાખ થશે.
જો સમગ્ર રિંગરોડને આ પ્રકારે પોલીમરાઈઝડ ડામર કરાય તો તેનો કર્ચ રૂા.૩.૫૦ કરોડ જેટલો થાય. સામાન્ય ડામર કરાય તેના કરતાં અંદાજે ફકત પાંચેક લાખ જેટલો ખર્ચ વધશે.




જો ૧૫ હજાર સ્કવેર મીટર રસ્તા પર હાલ કરાય છે તે પ્રકારનો ડામર પાથરવામાં આવે તો ૭૦ લાખનો ખર્ચ થાય અને જો પોલીમરાઈઝડ ડામર પાથરવામાં આવે તો ૭૫ લાખ જેટલો ખર્ચ થાય.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application