હથિયાર સાથે ફોટો...આ શોખ છે ખોટો

  • August 11, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય એસઓજી ટીમની હથિયાર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર પર બાજ નજર, ચાલુ વર્ષે ૯ કેસ કર્યા: સોશિયલ મીડિયામાં લાઇક મેળવવા અને રોફ જમાવવા આવા ફોટો મૂકનારની સાથે હથિયાર આપનાર પરવાનેદાર પણ ફસાયા




કહેવાય છે કે, શોખ બડી ચીજ હૈ પણ શોખ એવો પણ ન હોવો જોઇએ જે આપણને મુશ્કેલીમાં મૂકી દે,આજની પેઢીને સોશિયલ મીડિયાનું વળગળ લાગ્યું છે તેમ કહીએ તો તે જરાપણ અતિશયોકિતભયુ નહીં ગણાય.સોશિયલ મીડિયાના આ ક્રેઝમાં વધુ લોકપ્રીય થવા અથવા તો રોફ જામવવા માટે હથિયારો સાથેના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો એક નવો ટ્રેંડ શ થયો છે.જે ગેકરાયદે હોય અને પોલીસ આવા ફોટા મુકનાર સામે પગલાં ભરી રહી હોય છતા આવા ફોટા અપલોડ થઇ રહ્યા છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસની સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બાજ નજર હોય તેમ સોશિયલ મીડિયા પર હથિયારો સાથેનો ફોટા મુકનાર સામે રાજકોટ રલ એસઓજીની ટીમ નોંધનીય કાર્યવાહી કરી રહી છે.એસઓજીની ટીમે ચાલુ વર્ષે સાત માસ દરમિયાન સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા મૂકવા અંગેનો ૯ કેસ કર્યા છે જેમાં ફોટો મૂકનાર અને તેને પરવાનાવાળું હથિયાર આપનાર સહિત કુલ ૧૮ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં મોટાભાગના કેસ જસદણ પંથકના તથા નગર જ નહીં પણ નાના ગામડાના પણ છે. કોઇએ બર્થ ડે ના દિવસે બંદુક સાથે ફોટો પડાવ્યો તો કોઇએ, મિત્રની વાડીએ હથિયાર હાથમાં લઇ તસવીરો ખેચાવી અને કોઇ લપ્રસંગમાં આ રીતે ફોટો પડાવી રોફ જમાવવા માટે સોશિયલ મીડિયા પર અપલોડ કરતા તેમની સામે આમ્ર્સ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.





રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્રારા સોશિયલ મીડિયા પર હથિયારો સાથેનો ફોટા અપલોડ કરનાર સામે ચાલુ વર્ષના સાત મહિના દરમિયાન કરાયેલી કાર્યવાહી તરફ એક નજર કરીએ તો ગત તા.૨૪-૦૧-૨૦૨૩ ના ફેસબુકમાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર કોટાડાસાંગાણીના પાંચ તલાવડાના સંજય સવાભાઇ મેણીયા અને તેને હથિયાર આપનાર વીંછિયાના મોટી લાખાવડના મગન મેણીયા બંને સામે વીછિંયા પાોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.તા.૨૨-૦૨-૨૦૨૩ ના ગોંડલના ભગવતપરમાં રહેતા દેવા બચુભાઇ ગોહિલે પોતાની ફેસબુક આઇ.ડીમાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કર્યેા જે અંગે તેની સામે તથા તેને હથિયાર આપનાર ગોંડલના શેમળાના ભગા પડસારીયાએ આપ્યું હોય બંને સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આમ્ર્સ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.તા.૦૩૦૩૨૦૨૩ ના રોજ જસદણમાં રહેતા કિશન નવીનભાઇ રવિયાએ સોશિયલ મીડિયા પર હથિયાર સાથેનો ફોટો મુકયો હોય તેની અને તેને હથિયાર આપનાર પરવાનેદાર રઘુ મેરામભાઇ હણ સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.





એપ્રીલ માસમાં તા.૩ ના જસદણના શિવરાજપુરમાં રહેતા વિજય વિરજભાઇ મુલાણીએ પણ રોફ જમાવવા માટે સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો મુકતા પોલીસે આ શખસ અને તેને હથિયાર આપનાર શિવરાજપુરના જ ધી માવજીભાઇ મુલાણી સામે જસદણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.મે મહિનાની તા. ૫ ના ભાડલા પોલીસ મથકમાં આ પ્રકારનો ગુનો નોંધાયો હતો.જેમાં એસઓજીની ટીમે દહીસરામાં રહેતા શૈલેષ ભલભાઇ સાકરીયાને ફેસબુક પર હથિયાર સાથેનો વીડિયો અપલોડ કરવા બદલ અને તેને હથિયાર આપનાર ચોટીલાના ખોરાણાના નરશી ખોરાણી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.





જુન મહિનામાં તા.૩ ના જસદણ પોલીસ મથકમાં એસઓજીની ટીમે આ પ્રકરના ગુનાની ફરિયાદ દાખલ કરાવી હતી.જેમાં જસદણના ગૌતમ બાબુભાઇ મેણીયાએ પોતાની ફેસબુક આઇ.ડી પર હથિયાર સાથેનો ફોટો મુકયો હોય અને આ હથિયાર નાની લાખવાડના ઘનશ્યામ ખોડાભાઇ સરીયાનું હોય બંને સામે આમ્ર્સ એકટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.આ જ મહિનામાં તા.૧૪ ના પીપરડીમાં રહેતા નિકુલ ધનશ્યામભાઇ મુળીયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી પર હથિયાર સાથેના ફોટાની રીલ અપલોડ કરતા પોલીસની નજર આ રીલ સુધી પહોંચી હતી.રીલ અપલોડ કરનાર નિકુલ અને તેને હથિયાર આપનાર પિપરડીના જ દિલિપ મગનભાઇ મુળીયા સામે વીંછિયા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.જુલાઇ મહિનાની તા.૨૦ ના ફરી વીંછિયા પોલીસ મથકમાં આમ્ર્સ એકટનો ગુનો નોંધાયો હતો.જેમાં વીંછિયાના ભાવેશ ઉર્ફે ભાવિક પરસોત્તમભાઇ રોજાસરાએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડીમાં હથિયાર સાથેનો ફોટો રાખ્યો હોય અને આ હથિયાર જો જવાભાઇ ખાચર(રહે.દલડી તા.વીંછિયા) નું હોય બંને સામે કાર્યવાહી કરવામાં આવી હતી.





આ ઉપરાંત જુલાઇ માસના છેલ્લા દિવસે એટલે કે તા.૩૧ ના રાજકોટ રલ એસઓજીની ટીમે વધુ એક હથિયાર અંગેનો ગુનો નોંધ્યો હતો.જેમાં ઉપલેટામાં રહેતા ચંદ્રેશ શંભુભાઇ બારૈયાએ પોતાના બર્થ ડે પર બુલેટ પર બેસી બંદુક સાથેનો ફોટો ફેસબુક આઇ.ડી પર મુકયો હોય તેની સામે અને તેને બંદુક આપનાર પરવાનેદાર હાજા પબાભાઇ ખાંભલા સામે ભાયાવદર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.



સોશિયલ મીડિયાની આભાસી દુનિયાથી બહાર નીકળવું જરૂરી
સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતી આ પેઢી વચ્ર્યુલ વિશ્ર્વને જ વાસ્તવિક સમજતી હોય છે.તેમના મન તેમની દુનિયા બસ આ જ છે.આવી આભાસમાં ઉત્સાહના અતિરેકમાં સોશિયલ મીડિયામાં એવ હરકત કરી બેસે છે કે પાછળથી પસ્તાવો થાય.ત્યારે દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટધારકે એ વાત રાખવી જોઇએ કે તમારી દરેક ગતિવિધિ પર પોલીસની નજર છે.અનેક કિસ્સામાં તો એકાદ બે વર્ષ પૂર્વે મુકેલા ફોટોમાં પણ પોલીસે કાર્યવાહી કરી છે.એવું કોઇ કૃત્ય ન કરો જેથી તમારે કાયદાના સંઘર્ષમાં આવવું પડે.



શહેરમાં આવો ક્રેઝ વધુ હોવા છતાં સિટી પોલીસ આવા કેસ કરવામાં ઉદાસીન?
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્રારા નાગરિકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખી રોફ જમાવવા માટે હથિયાર સાથેના ફોટા અપલોડ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.જયારે શહેરના યુવાનોમાં આ પ્રકારનો ક્રેઝ વધુ જોવા મળતો હોય છે.પણ રાજકોટ સિટી પોલીસ દ્રાર આ પ્રકારના જવલ્લેજ કેસ કરવામાં આવે છે.આ પાછળ શહેર પોલીસને અન્ય કામનું ભારણ કે આવા કેસ કરવામાં ઉદાસીન અભીગમ કારણભૂત છે તે એક સવાલ છે.



સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખાસ નજર રાખવા એસ.પી. જયપાલસિંહની સ્પષ્ટ્ર સૂચના
રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડ દ્રારા જિલ્લા પોલીસને એવી સ્પષ્ટ્ર સૂચના આપવામાં આવી છે કે,સોશિયલ મીડિયા પર થતી દરેક હિલચાલ પર પોલીસની ખાસ નજર હોવી જોઇએ.તેઓ જયારે ભાવનગર હતા તે સમયે પણ તેમના આ અભિગમથી સોશિયલ મીડિયા મારફત થતા ક્રાઇમમાં ધરખમ ઘટાડો આવ્યો હતો.ત્યારે તેઓએ હવે રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ અહીં પણ તેમણે આ જ અભીગમ રાખતા તેમના માર્ગદર્શન હેઠળ રાજકોટ એસઓજી ઇન્ચાર્જ પીઆઇ બી.સી.મિયાત્રા તથા ટીમે આ બાબતે નોંધનીય કામગીરી કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application