PGVCLના દરોડા યથાવત : રાજકોટમાં આજે વહેલી સવારથી 31 ટીમ મેદાને, ગઇકાલે 27 લાખથી વધુની ઝડપાઈ વીજચોરી

  • September 21, 2023 01:04 PM 

રાજકોટ શહેરમાં આજે પણ પીજીવીસીએલ દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. ગઈકાલે 27 લાખ 67 હજારની વીજચોરી પીજીવીસીએલ દ્વારા પકડી પાડવામાં આવી હતી. ત્યારે આજે ફરી પીજીવીસીએલ ની ટીમ વહેલી સવારથી મેદાને ઉતરી છે. 


પીજીવીસીએલની ચેકિંગની કામગીરીમાં આજે કુલ 31 ટીમ જોડાઈ હતી. જેમાં એસઆરપીના 7 જવાનો, સ્થાનિક પોલીસના 12 જવાનો, 14 જેટલા સિક્યુરિટી ગાર્ડ, 4 વિડીયોગ્રાફર સહિતના જોડાયા હતા. 


રાજકોટના આજે નવાગામ, આશાપુરા, થોરાળા, જંગલેશ્વર સહિતના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારથી પીજીવીસીએલની ચેકિંગની કામગીરીથી વીજ ચોરી કરનારાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application