લોકોએ ઘરોની છત પરથી BSFના જવાનોને ફૂલડે વધાવ્યા, બાળકોએ પણ કર્યું જવાનોનું અભિવાદન, વિડીયો થયા વાઇરલ 

  • April 05, 2023 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષો ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે રાજ્યની વિધાનસભા બેઠકો પર BSF જવાનોની તૈનાતી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કર્ણાટકના કોલાર જિલ્લામાં પહોંચેલા BSF જવાનો પર સામાન્ય લોકોએ ફૂલોની વર્ષા કરી ત્યારે એક અદ્ભુત નજારો જોવા મળ્યો.
​​​​​​​

પોતાની છત અને બાલ્કનીમાં ઉભેલા લોકો બીએસએફ જવાનોની ટીમ પર ફૂલો વરસાવતા જોવા મળ્યા હતા. એક નાની બાળકી જવાનોને ગુલાબ આપતા જોવા મળી હતી.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application