પેન્શનનું ટેન્શન: જીવનના સંધ્યાકાળમાં પણ હક માટે જંગ જારી

  • March 15, 2023 06:28 PM 

બાળપણ, યુવાની અને ઘડપણ, આ ત્રણે’ય કાળ એવા છે જેમાં વૃદ્ધાવસ્થા એટલે જીવનના લાંબા સંઘર્ષ બાદ સંધ્યાકાળમાં પહોંચ્યા હોવાના કારણે રિલેકસ થવાનો સમય, પ્રભુભક્તિ કરવાનું ટાણું... પરંતુ આ ઉંમરે પણ પોતાના હક માટે લડત ચલાવવા રસ્તા પર આવવું પડે એવું કદાચ આપણાં જ દેશમાં થાય છે! આજે આ બાબતનો અહેસાસ ત્યારે થયો જ્યારે એસટીના રિટાયર્ડ કર્મચારીઓ જેમાં મોટા ભાગના સંપૂર્ણ સફેદવાળ વાળા હતાં એ બધાંને રેલી સ્વરૂપે કલેકટર કચેરી તરફ જતાં જોવામાં આવ્યા.




આ વૃદ્ધોએ આખી જિંદગી ગુજરાત એસટીની સેવા કરી, નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી અને રિટાયર્ડ થયાં અને લાંબા સમયથી તેઓ પેન્શનમાં વધારો કરવાની માંગણી કરી રહ્યાં છે, પરંતુ મારકણી મોંઘવારીમાં આ માંગ પ્રત્યે સત્તાધિશોની ઉદાસીનતા જોઈને એમનું ટેન્શન વધી ગયું છે. આજે રેલી સ્વરૂપે રિટાયર્ડ કર્મચારીઓ  માર્ગ પર નીકળ્યા હતાં અને સૂત્રોચ્ચાર કર્યા હતાં. જોઈએ વગ વગરના આ વૃદ્ધાવસ્થામાં રહેલાં નિવૃત્ત કર્મચારીઓને કોણ અપાવે છે ન્યાય?!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application