સીંગતેલના ભાવમાં ફરી ₹30નો વધારો : ડબ્બાનો ભાવ પહોંચ્યો ₹2940 સુધી

  • April 07, 2023 11:11 AM 

ગરીબ અને મધ્યમ વર્ગને વધુ એક મોંઘવારીના મારમાં સામનો કરવો પડી રહ્યો છે. જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓનાના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. સીંગતેલના ભાવમાં ડબ્બે રૂ.૩૦નો વધારો ઝીંકવામાં આવ્યો છે. 


ખાદ્યતેલના ભાવમાં ત્રણ દિવસમાં રૂ.૯૦નો વધારો થતા મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં રૂ.૩૦- ૩૦નો ભાવ વધારો થતાં મધ્યમ વર્ગ ચિંતામાં મુકાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ડબ્બાની કિંમત રૂ.૨૯૧૦ થી વધી રૂ.૨૯૪૦ થઇ ચૂકી છે. આ સાથે જ કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં પણ રૂ.૧૫નો વધારો ઝીંકવામાં આવ્યો છે. મગફ્ળીના ઉંચા ભાવ અને સાથે જ અમૂક વેપારીઓ દ્વારા સંગ્રહાખોરીને કારણે સિંગતેલના ભાવમાં વધારો થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application