પાકિસ્તાન વાસીઓના સબરનો આવ્યો અંત, PM પર ટોળાએ વરસાવ્યા ચપ્પલ, વિડિયો થયો વાઇરલ

  • March 07, 2023 04:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ છે. પાકિસ્તાનના લોકો લોટ અને દાળ પર નિર્ભર બની રહ્યા છે. રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે અને લોકોમાં નિરાશાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. 

સરકારી આંકડાઓમાં પણ મોંઘવારી 31.83 વધી છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) દ્વારા જારી કરાયેલા ડેટાને ટાંકીને એક અખબારે જણાવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડુંગળી 482 ​​ટકા મોંઘી થઈ છે. ચિકનના ભાવમાં બમણાથી વધુનો વધારો થયો છે, જ્યારે ચાની પત્તી પણ 65 ટકા, ઈંડા 64 ટકા અને મીઠું લગભગ 50 ટકા મોંઘું થયું છે.


એકંદરે, માત્ર શ્રીમંત લોકો જ પૈસાની ઢાલ વડે મોંઘવારીની અસરથી પોતાને બચાવી શક્યા છે જ્યારે સામાન્ય માણસ રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહ્યો છે. કેટલી નારાજગી વધી રહી છે તે પાકિસ્તાનની ટીવી ચેનલોમાં જોઈ શકાય છે. પાકિસ્તાનની તમામ યુટ્યુબ ચેનલો પર લોકોનું દર્દ સાંભળી અને જોઈ શકાય છે અને એટલું જ નહીં ભારતીય પીએમ નરેન્દ્ર મોદીના વખાણ પણ સાંભળવા મળે છે.

ત્યારે હાલમાં vadhu એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, લોકો પાકિસ્તાનના pm શાહબાઝ શરીફ પર ફિટકાર વરસાવી રહ્યા છે. વિડિયો મુજબ શાહબાઝના ફોટો પર લોકો દેશી જુગાડ કરી મોટા ચપ્પલો વરસાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application