રૂ.1000 ભર્યા પછી પણ પાન કાર્ડ-આધારકાર્ડ લિંક ન થયા હોય તો કરો આટલું કામ

  • July 01, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ ગઈકાલ તા.30 જુન હતી. આ સમયમર્યાદા સુધી તમે 1000 રૂપિયા ભરી PAN-આધારને લિંક કરી શકો છો. જો શક્ય તેટલી વહેલી તકે PAN અને આધારને લિંક નહીં કરાવો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે એટલે કે તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં. વાસ્તવમાં આજકાલ લગભગ દરેકને દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર હોય છે. આધાર વગર તમારા માટે ક્યાંય પણ જવું ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડ જેટલું મહત્વનું છે. પાન કાર્ડ પણ એટલું જ મહત્વનું છે. તેથી તેને બને તેટલી વહેલી તકે લિંક કરાવો.


સરકાર ઘણા સમયથી પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે કહી રહી છે. અગાઉ પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 નક્કી કરવામાં આવી હતી. પરંતુ તે પછી તે ત્રણ મહિના વધારીને 30 જૂન 2023 કરવામાં આવી હતી.


આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરાવા માટે રૂ.1000 ભર્યા બાદ પણ લીંક થયા ન હોય તો ગભરાયા વગર સત્તાવાર વેબસાઈટ પર જઈ પ્રોસેસ કરવાથી લીંકથઇ જશે.


આવકવેરા ઇ-ફાઇલિંગની સત્તાવાર વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ.


તેના બેઝ ક્વિક વિભાગમાં તમને આધાર સ્ટેટસનો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.


આ પછી ખુલતા નવા પેજ પર PAN નંબર અને આધાર નંબર દાખલ કરો અને તેને સબમિટ કરો.


હવે જો તમારી સ્કિન પર PAN આધાર સાથેની લિંક દેખાઈ રહી છે. તો તમને તે દેખાશે અને જો નહીં તો આધાર કાર્ડને PAN કાર્ડ સાથે લિંક કરો.


આ દરમિયાન આવકવેરા વિભાગે કેટલાક એવા કારણો જાહેર કર્યા છે. જેના કારણે લોકોને આધાર-પાન લિંક કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવકવેરા વિભાગના તાજેતરના ટ્વીટ અનુસાર પાન-આધારને લિંક કરતી વખતે વસ્તી વિષયક મિસમેચને કારણે લિંક કરવામાં સમસ્યા આવી શકે છે.


તો આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર આધાર કે પાન કાર્ડમાં ખોટા નામ, ખોટી જન્મ તારીખ, ખોટા લિંગને કારણે પાન -આધારને લિંક કરવામાં મુશ્કેલી આવી શકે છે. આ માટે તમે Protean & UTIITSL ની વેબસાઇટ www/onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html અને https://www.pan.utiitsl.comની મુલાકાત લઈને પાન વિગતો અપડેટ કરી શકો છો. એ જ રીતે UIDAI વેબસાઇટ https://ssup.uidai.gov.in/web/guest/update ની મુલાકાત લઈને તમારી આધાર વિગતો અપડેટ કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application