તું મસ્ત દેખાવડી છો, કહી વાડી માલિકનો ખેતમજૂર પરિણીતા પર નિર્લજજ હુમલો

  • September 28, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વીંછિયા તાલુકાના વાધત્રા ગામની સીમમાં આવેલી વાડીએ ખેત મજૂરીનું કામ કરનાર પરિણીતા પર વાડીમાલિકે તું બહત્પ મસ્ત છો, દેખાવડી છો, કહી નિર્લ હત્પમલો કર્યેા હતો.વાડી માલિકે કરેલા હત્પમલાથી બચવા જતા પડી જવાથી મહિલાને ઈજા પહોંચી હતી. દરમિયાન ખેત મજૂરી કામ કરી રહેલ પરિણીતાના પતિ વચ્ચે આવતા વાડી માલિકે તેને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે પરિણીતા ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે છેડતી મારકૂટ અને ધમકી અંગેનો ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ વીંછિયા તાલુકાના વાધત્રા ગામની સીમમાં આવેલી વાડીએ ભાગીયુ રાખી ખેત મજૂરી કરનાર ૨૬ વર્ષીય પરિણીતાએ આરોપી તરીકે વાડી માલિક રાજુ દયાળભાઈ કાનેટીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૪ ૯ ના તે તથા તેનો પતિ અહીં વાડીએ કામ કરતા હતા દરમિયાન સવારે ૯:૦૦ વાગ્યા આસપાસ પતિ વાડીએ કપાસમાં પાણી વાળવા માટે જતો રહ્યો હતો.પરિણીતા ઘર પાસે ફળિયામાં એકલી બેઠી હતી ત્યારે વાડી માલિક રાજુ કાનેટીયા અહીં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, સુરેશ કયાં છે ? જેથી પરિણીતાએ જવાબ આપ્યો હતો કે તેઓ પાણી વાળવા માટે ગયા છે બાદમાં વાડી માલિકની નિયત બગડી હતી તે પરિણીતા સામે ટગર ટગર જોયે રાખતો હતો અને આંખથી બીભત્સ ઇશારા કરતો હતો. જેથી પરિણીતાએ શેઠને આમ કરવાની ના પાડતા છતાં શેઠ તેની પાસે આવી તેની મરજી વિદ્ધ સ્પર્શ કરવાની કોશિશ કરી હતી.જેથી પરિણીતા ભાગવા જતાં નીચે પડી ગઈ હતી જેથી તેને માથાનાભાગે ઈજા થઈ હતી. આટલું થયા બાદ પણ વાડીમાલિક અટકયો ન હતો અને તેણે પરિણીતાનું બાવડું પકડી કહ્યું હતું કે, તું બહત્પ મસ્ત છો દેખાવડી છો. આમ કહી પાછળ પાછળ આવ્યો હતો જેથી પરિણીતા તેના પતિ તરફ દોટ મૂકી હતી. દરમિયાન પરિણીતાના પતિએ વાડી માલિકને કહ્યું હતું કે, અમે અહીં મજૂરી કરવા આવીએ છીએ તમે આ શું કરો છો? જેથી વાડી માલિકે કહ્યું કે હત્પં કહત્પં એમ કરવાનું નહીંતર ભાગ્ય ઉભું મુકાવી દઈશ મેં આવા ભાગીયા ઘણાને મુકાવી દીધા છે જેથી પરણીતાની પતિએ કહ્યું હતું કે, આ તો ખોટું કહેવાય આ સાંભળી વાડી માલિક ઉશ્કેરાયો હતો અને લાફો મારી દીધો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પરિણીતાને માથામાં ઇજા પહોંચી હોય જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા અહીં ભાગીયુ ઉભુ રાખવું હોય જેથી સમાધાનની વાત ચાલતી હોય જે તે સમયે ફરિયાદ કરી ન હતી. પરંતુ બાદમાં આ મામલે ઉપરની તારીખ પતિના કહેવાથી વાડીમાલિક રાજુ કાનેટિયા સામે આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે વીંછીયા પોલીસે આરોપી સામે આઇપીસી ની કલમ ૩૫૪ (ક),(ઘ), ૩૨૩ ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application