વિશ્ર્વમાં દર બેમાંથી એક મહિલા વૈજ્ઞાનિક તેના કાર્ય સ્થળે બને છે જાતિય સતામણીનો ભોગ

  • March 18, 2023 04:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈપ્સોસ રિસર્ચ કંપની દ્રારા ૧૧૭ દેશોના ૫૦૦૦થી વધુ મહિલા–પુરુષ પર થયો સર્વે



દુનિયાભરમાં લગભગ બેમાંથી એક મહિલા વૈજ્ઞાનિક કાર્યસ્થળ પર જાતિય સતામણીનો શિકાર બને છે. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટમાં આ હકીકત સામે આવી છે. માર્કેટ રિસર્ચ કંપની ઈપ્સોસ દ્રારા કરવામાં આવેલા રિસર્ચમાં ૧૧૭ દેશોના ૫૦૦૦થી વધુ મહિલા તથા પુરુષ વૈજ્ઞાનિકનો સમાવેશ કરવામાં આવ્યો હતો.





ઈપ્સોસ કંપની દ્રારા કરવામાં આવેલા રિસર્ચમાં ૪૯ ટકા મહિલા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, તેમને કેરિયર દરમિયાન વ્યકિતગત રીતે ઓછામાં ઓછી એક વખત જાતિય સતામણનો સામનો કરવો પડયો છે. જે બાબત યુવા વૈજ્ઞાનિકોને વધુ અસર કરે છે ખાસ કરીને તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં લગભગ ૫૦ ટકા વૈજ્ઞાનિક મહિલાઓ તેના કાર્ય સ્થળ પર કેટલાંક કર્મચારીઓથી બચીને રહે છે.




આ સર્વેમાં ૫૦થી વધુ જાહેર અને ખાનગી સંસ્થાઓમાં કામ કરતા વિજ્ઞાન ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણીતના ક્ષેત્રના સંશોધકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર એક કે વધુ વખત જાતિય સતામણી થવાથી તેની ૬૫ ટકા મહિલા વૈજ્ઞાનિકોની કારકિર્દી પર નકારાત્મક અસર પડે છે અને તેના આત્મવિશ્ર્વાસમાં પણ ઘટાડો જોવા મળે છે જો કે પીડિત મહિલા સંશોધકો પૈકી પાંચમાંથી એક જ મહિલા પોતાના કાર્યસ્થળે તેની ફરિયાદ કરે છે. ૨૫ ટકા મહિલાઓએ જણાવ્યું કે, તેઓ એવી સ્થિતિમાં હતી જયાં કોઈ તેને વારંવાર અપમાનિત પણ કરી રહ્યું હતું. આમ છતાં પણ દુનિયાભરમાં ૩૩ ટકા મહિલાઓ વૈજ્ઞાનિક સંશોધક છે. ૧૫ ટકા મહિલા વિજ્ઞાન જગતમાં ઉચ્ચ હોદા ઉપર ૪ ટકા મહિલાઓને વૈજ્ઞાનિક ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળ્યો ચે તેમજ ૨૨ ટકા મહિલાઓ વિશ્ર્વ સ્તરે આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સ વર્કર્સ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application