મોરબી મૃતકના પરિવારોને 10-10 લાખ ચૂકવવા જયસુખ પટેલને આદેશ

  • February 22, 2023 09:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાના કેસમાં હાઇકોર્ટે આજે ઓરેવા કંપ્નીનાં એમડી જયસુખ પટેલને પ્રતિ મૃતક 10 લાખનું વચગાળાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યાં છે. સાથોસાથ ઇજાગ્રસ્તને બે-બે લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.આ પૂર્વે જયસુખભાઈ પટેલ વતી એવો બચાવ કરાયો હતો કે, અમે દરેક મૃતક દીઠ 5 લાખ અને ઈજાગ્રસ્તોને એડહોક 1-1 લાખનું વળતર ચુકવવા માટે તૈયાર છીએ કારણ કે અમારી કેટલીક મયર્દિાઓ પણ છે. જો કે, અદાલતે આ દલીલ ધ્યાનમાં લીધી ન હતી અને પોતાનો આદેશ આપ્યો હતો.


ભારતના બંધારણ, અપકૃત્યના કાયદા અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો ટાંકીને કોર્ટે કહ્યું હતું કે, અહીં દુર્ઘટનામાં સરકારી મશીનરી અને કંપ્ની બંનેની અલગ અને સંયુક્ત જવાબદારી દેખાઈ રહી છે.કોર્ટે જણાવ્યું કે, જે લોકોએ જિંદગી ગુમાવી છે તેની જિંદગી તો પરત કોઇ નહી આપી શકે. જિંદગીની કોઈ કિંમત કે એનું કોઈ વળતર હોઇ ના શકે, અહીં તો માત્ર વળતર ચૂકવવાનો પ્રયાસ થઇ શકે...આનો અર્થ... અમૂલ્ય જીવ ગયો હોય એનું વળતર કઈ રીતે નક્કી થાય, તે મુદે યોગ્ય ન્યાય થવો જોઇએ.


આ ઉપરાંત કોર્ટે તમામ મ્યુનિસિપલ વિસ્તારોમાં આવેલા બ્રિજનું રિપેરિંગ અને નીરિક્ષણ સહિતની જવાબદારી નક્કી કરતી નિતી 15 દિવસમાં બનાવવા પણ સરકારને હુકમ કર્યો છે. ગઈ કાલે જ સુનાવણી દરમિયાન સપષ્ટ ષ્ટ કર્યું હતું, આ તો તમને તક આપવા માંગતા હતા, જોકે વચગાળાના વળતર અંગે અમે હુકમ કરી રહ્યા છીએ.કોર્ટે જયસુખ પટેલના વકીલ ને કહ્યું હતું કે વકીલ તરીકે તમારી મયર્દિા હોય શકે.


મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે થયેલી સુઓ મોટો અરજી પર આજે સુનાવણી હાથ ઘરાઇ હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિજનોને વચગાળાના વળતર મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. ઓરેવા જૂથ અને જયસુખ પટેલ તરફથી મૃતકો ને 5 લાખ વળતર અને ઇજાગ્રસ્તો ને 1 લાખ એડ હોક વળતર ચૂકવવા અંગે ની કોર્ટમાં તૈયારી દશર્વિી હતી, જો કે આ મામલે કોર્ટે પૂછ્યું... શું તમારી દૃષ્ટિ એ આ વળતર પૂરું અને વ્યાજબી લાગે છે?.. કોર્ટે કહ્યું હતું કે, આ રકમ વ્યાજબી નથી. જો કે જયસુખ પટેલ તરફથી જવાબ અપાયો હતો કે, આ એક આ એડહોક વળતર હશે. તેમણે વધુ વળતર ચૂકવવા તૈયારી દશર્વિી હતી. આ મુ્દ્દે આજે સતત ત્રીજા દિવસે પણ સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે પણ વચગાળાના વળતર માટે ગાઈડલાઈન આપી છે.

આ પહેલાની સુનવાણીમાં કોર્ટે પ્રાથમિક રીતે સંકેત આપ્યા હતા કે, જો સરકારે દસ લાખ વળતર ચૂકવતી હોય તો આ વચગાળાના વળતરને 45% ગણાય જ્યારે કંપ્નીની 55% જવાબદારી નક્કી થાય, આ પ્રકારનું સુપ્રીમ કોર્ટનું અવલોકન છે.આનો અર્થ એ થાય છે કે આ થિયરી અને ગાઇડલાઇન પ્રમાણે દરેક મૃતકને વચગાળાના વળતર માં ઑરેવા કંપ્નીએ 12.5 લાખ રૂપિયા ચૂકવવા પડે. આ અંગે આજે ફરી સુનાવણી થઇ હતી.

જેલમાં છે જયસુખ પટેલ
ઓરેવા ગ્રુપ્ના એમડી અને પ્રમોટર જયસુખ પટેલ પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ મોરબી સબ જેલમાં બંધ છે. આ મોટા અકસ્માત બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી. જેમાં પોલીસે ઓરેવા જૂથના નવ લોકોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ઉમેર્યું હતું. પોલીસે ચાર્જશીટ રજૂ કયર્િ બાદ જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ પોલીસે કસ્ટડી લીધો હતો. જયસુખ પટેલ કસ્ટડી પૂરી થયા બાદથી જેલમાં છે. આ કેસમાં પોલીસે મોરબી કોર્ટમાં કુલ 1262 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. પોલીસની ચાર્જશીટ પર મોરબી કોર્ટમાં ટૂંક સમયમાં જ ટ્રાયલ શરૂ થવાની ધારણા છે.

વચગાળાના વળતર રૂપે રૂપિયા 15.12 કરોડ ચૂકવવા પડશે
આજે હાઇકોર્ટે આપેલા આદેશ અનુસાર, જયસુખભાઈ પટેલ અને ઓરેવા કંપ્નીએ વચગાળાના વળતર રૂપે 15.12 કરોડ રૂપિયા ચુકવવા પડશે. સુત્રો અનુસાર, આ દુર્ઘટનામાં 135 લોકો માયર્િ ગયા હતા અનેહાઇકોર્ટના આદેશ અનુસાર દરેકના 10-10 લાખ લેખે 13.50 કરોડ રૂપિયા ચુકવવા પડશે અને 56 લોકો ઘાયલ હતા તેથી તેમણે બે-બે લાખ લેખે 1.20 કરોડ ચુકવવા પડશે.આમ વચગાળાના વળતર રૂપે અત્યરે 15.12 કરોડ ચુકવવા પડશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application