દેશના વડાપ્રધાનને મારી નાખવાની ખુલ્લી ધમકી, યોગી આદિત્યનાથ સહીત નામી હસ્તીઓના પણ નામ લખાયા, ક્રાઇમ બ્રાન્ચે શરુ કરી તાપસ

  • April 05, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહીત કેટલીક મોટી હસ્તીઓને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.  હાલ નોઈડા પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


પોલીસ સ્ટેશને એક ન્યૂઝ ચેનલના અધિકારીએ રિપોર્ટ નોંધાવ્યો છે કે અજાણ્યા બદમાશોએ તેમની કંપનીના ચીફ ફાયનાન્સ ઓફિસરને ઈ-મેલ મોકલ્યો હતો અને ઈ-મેલ દ્વારા દેશના વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત અનેક મહત્વના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.


પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી છે. નોઈડા પોલીસને આ કેસમાં મહત્વની કડીઓ મળી છે. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે આ મામલે ટૂંક સમયમાં જ ખુલાસો કરવામાં આવશે. પોલીસે કસ્ટડીમાં કેટલાક લોકોની પૂછપરછ શરૂ કરી છે. આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ રજનીશ વર્માએ જણાવ્યું કે સેક્ટર 16-એ સ્થિત એક ચેનલના મેનેજર વિજય કુમારે પોલીસને ફરિયાદ કરતા જણાવ્યું કે તેમની કંપનીના સીએફઓ કુશન ચક્રવર્તીને ઈ-મેલ મોકલીને અજાણ્યા બદમાશોએ દેશના વડાપ્રધાન સહિત અનેક મહત્વના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
​​​​​​​

દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ આ મામલાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે, ટૂંક સમયમાં જ તેનો ખુલાસો કરવામાં આવશે. પોલીસને શંકા છે કે કોઈ સાયકો વ્યક્તિએ આવો મેઈલ કર્યો છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મામલાની તપાસ કરી રહી છે. આ મામલે પોલીસની ત્રણ ટીમો ગોઠવવામાં આવી છે. આ કેસમાં સાયબર ટીમ પણ કામ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application