વન–વેના અમલનો આરંભ, બેરીકેટ મુકાયા

  • July 19, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આખં ખુલી: રાજકોટ શહેર પોલીસ દ્રારા ગત સાહે ૨૦ જાગનાથ, મહાકાલી મંદિર રોડ, સરદારનગર મેઈન રોડ, ડો.હોમી દસ્તુર માર્ગ, મંગળા રોડ, વિધાનગર મેઈન રોડ સવારે ૮થી રાત્રે ૯ સુધી વન–વે જાહેર કરી દેવાયા હતા. પરંતુ જયાંથી માર્ગ પર નો એન્ટ્રી સ્ટાર્ટ થાય ત્યાં પ્રવેશ નિષેધ કે ફકત પ્રવેશ આવા કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ લગાવાયા ન હતા. વાહનચાલકો પણ દ્રિધામાં હતા કે કઈં સાઈડ વન–વે છે. એમાય અજાણ્યા કે કયારેક જ આવા માર્ગેા પર નીકળનારા તો સાવ અજાણ જ હોય. સાઈન બોર્ડ લગાવ્યા વિના જ માર્ગેા વન–વે જાહેર કરી દેવાતા 'આજકાલ' અખબારમાં વન–વે પર સાઈન બોર્ડ અથવા તો વન–વે ખ્યાલ પડે એવી કોઈ વ્યવસ્થા ઉભી કરવા પોલીસને સૂચિત કરાઈ હતી. ટ્રાફિક પોલીસ દ્રારા આવા તમામ વન–વે પર જયાંથી વાહનોને પ્રવેશ નથી ત્યાં બેરીકેટ (લોખંડની જાળીની આડશ) મુકી એ સાઈડ બધં કરાઈ છે. પોઈન્ટ પર પોલીસ જવાન પણ મુકાયા છે. જે વન–વેથી અજાણ કે વન–વેમાં જવાનો પ્રયાસ કરનારા વાહનચાલકોને રોકી અન્યત્ર માર્ગ પર જવા સૂચના આપતા હતા. (તસવીર: દર્શન ભટ્ટી)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application