જામનગર નજીક મેફેડ્રોન ડ્રગ્સમાં વધુ એક શખ્સની ધરપકડ

  • March 27, 2023 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીને પકડી લેવાયુ હતુ અને તપાસ દરમ્યાન લાલવાડી અને મુંબઇ ડોંગરી વિસ્તારના નાઇઝેરીયન શખ્સની સંડોવણી સામે આવી હતી, દરમ્યાનમાં એસઓજીની ટુકડીએ પાસ લંબાવી જામનગરના શખ્સને પકડી પાડયો છે.


જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી જીલ્લાના એનડીપીએસ એકટના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ એસઓજી સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન સ્ટાફના હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા, અનિરુઘ્ધસિંહ ઝાલા તથા ચંદ્રસિંહ જાડેજાને હકીકત મળેલ કે, જામનગર જીલ્લાના પંચકોશી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન બી-પાર્ટ એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપી સમીર ઇકબાલ સમા (ઉ.વ.૨૩) રહે. લાલવાડી, જુના આવાસ બ્લોક નં. ૪૬, રૂમ નં. ૧ જામનગર વાળાને હાપા રેલ્વે સ્ટેશન તરફથી હાપા માર્કેટ યાર્ડ તરફના રસ્તે આવવાનો હોય જેથી વોચમાં હતા દરમ્યાન ઉપરત નામ વર્ણનવાળો આરોપી નીકળતા ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે પંચ-એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application