મોરબીના લાલપર પાસે આઇપીએલ પર સટ્ટો રમતા એક ઝડપાયો, એક ફરાર

  • April 11, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ નજીક રાજલ પાન પાસે જાહેરમાં આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એકઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
​​​​​​​
મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ નજીક રાજલ પાન પાસે જાહેરમાં આરોપી અરવિંદભાઈ હેમજીભાઈ જોષી (ઉ.વ.૪૩) રહે. લાલપર ગૌશાળા ગેઈટની અંદર તા.જી. મોરબીવાળાએ આરોપી નયનભાઈ બ્રાહ્મણ રહે. ખરડોલ તા. વાવ જી. બનાસકાંઠા વાળા પાસેથી કઞઈંજઅ૭૭૭.ઈઘખ નામનુ આઇ.ડી.મેળવી તે આઇ.ડી.માં મોબાઇલ ફોનથી સંપર્ક સાધી મોબાઇલફોન દ્વારા તાજેતરમાં ચાલતી ૨૦-૨૦ આરસીબી એન્ડ એલએસજી વચ્ચે ચાલતી કિકેટ મેચનું ક્રિક્રેટ્ટ લાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ નિહાળીમેચની હારજીત તથા રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂપિયારૂ.૩૦૦૦/- મળી કુલ કી.રૂ.૮૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી અરવિંદભાઈ હેમજીભાઈ જોષી (ઉ.વ.૪૩) રહે. લાલપર ગૌશાળા ગેઈટનીઅંદર તા.જી. મોરબીવાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક આરોપી નયનભાઈ બ્રાહ્મણ રહે. ખરડોલ તા. વાવ જી. બનાસકાંઠા વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application