હવે સૌરાષ્ટ્રની નગરપાલિકા વિસ્તારમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ થશે ફટાફટ : 2-2 પ્રતિનિધિની નિમણુંક, આ રીતે થશે કામગીરી.. 

  • June 03, 2023 01:07 PM 


હવે નગરપાલિકા વિસ્તારમાં સારી સુવિધા મળે તે માટે પ્રતિનિધિ નીમવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દરેક નગરપાલિકામાં વોર્ડવાઇઝ બે-બે પ્રતિનિધિ નિમવામાં આવશે અને આ પ્રતિનિધિ લોકોને વધુમાં વધુ સુવિધા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરશે. લોક ફરિયાદ નિવારણ માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. 

નગરપાલિકા કચેરીના રીજીયનના કમિશનર ધીમંતકુમાર વ્યાસે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોને વધુમાં વધુ સુવિધા મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે સરકારની સૂચના દ્વારા લોક પ્રતિનિધિ નિમવામાં આવશે. દરેક નગરપાલિકામાં વોર્ડ વાઇઝ બે બે લોક પ્રતિનિધિની મામા આવશે અને તે પ્રતિનિધિઓ નગરપાલિકા કચેરીમાં સંબંધિત વિભાગોને તે પ્રશ્નો રજૂ કરી તેમનું નિરાકરણ થાય તે માટેના પ્રયત્નો કરશે. સાથે જ્યાં સુધી પ્રસરણ નિરાકરણ ન થાય ત્યાં સુધી મોનિટરિંગ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application