હજારો-લાખો નહીં, આ ભાઈ પાસે છે અધધ... આટલા કરોડનો કૂતરો !

  • December 19, 2023 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેટલાક લોકો મોંઘી કારના શોખીન હોય છે તો કેટલાક મોંઘા કપડાના શોખીન હોય છે. કેટલાકને મોંઘી ઘડિયાળો ગમે છે તો કેટલાકને મોંઘા ઘર ગમે છે. પરંતુ એવા ઘણા લોકો છે જે મોંઘા પાલતુ પ્રાણીઓ રાખવાના શોખીન હોય છે. પણ એક ભાઈ પાસે અધધ ૨૦ કરોડનો કુતરો છે.


બેંગલુરુના રહેવાસી સતીષે આ કૂતરો હૈદરાબાદથી ખરીદ્યો છે. સતીશ ઈન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશન બેંગ્લોરના પ્રમુખ છે. તેણે કહ્યું, થોડા સમય પહેલા હું હૈદરાબાદના મદીનાગુડામાં વિશ્વાસ પેટ ક્લિનિક ગયો હતો. ત્યાં મેં ખૂબ જ દુર્લભ કોકેશિયન શેફર્ડ જાતિનો કૂતરો જોયો. જોતાંની સાથે મને તે ગમી ગયો. આ કૂતરો રશિયન જાતિનો છે. કૂતરાની કિંમત એટલી વધારે છે કે તમે તેની સાથે ૧૦ ઘર અને ૧૦ રેન્જ રોવર કાર ખરીદી શકો છો. સતીશે કહ્યું, જ્યારે મેં તેને ૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો કારણ કે તે પૃથ્વી પરની દુર્લભ જાતિઓમાંની એક હતી. આજે પણ તેની સમકક્ષ કોઈ જાતિ નથી.
​​​​​​​

સતીશે જણાવ્યું કે આ ૩ વર્ષનો કૂતરો માંસાહારી ખોરાકનો શોખીન છે અને દરરોજ ત્રણ કિલો ચિકન ખાય છે. અહેવાલ મુજબ, તેણે તેનું નામ "કેડબોમ હૈદર" રાખ્યું છે. અત્યાર સુધીમાં તેણે વિશ્વના ઘણા પ્રતિષ્ઠિત ડોગ શોમાં ભાગ લીધો છે અને શ્રેષ્ઠ શ્વાન જાતિ માટે ૩૨ મેડલ જીત્યા છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોટા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી આમંત્રણો પણ મળી રહ્યા છે. સતીશને પહેલેથી જ મોંઘા કૂતરા પાળવાનો શોખ છે. ૨૦૧૬ માં, સતીશ બે કોરિયન માસ્ટિફ ધરાવનાર ભારતના પ્રથમ વ્યક્તિ બન્યા. તે બન્નેની કિંમત ૧ કરોડ રૂપિયા હતી. તેણે આ શ્વાન ચીનથી આયાત કર્યા હતા. સતીષે કહ્યું કે હૈદર જ્યાં જાય છે ત્યાં તેની સાથે સેલ્ફી લેવા માટે લોકો લાઈન લગાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application