જાયવા પાટીયા પાસે નોનવેજની લારીએ માથાકુટ

  • August 08, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલના જાયવા પાટીયા પાસે નોનવેઝની લારીએ જમવા ગયેલા યુવાનને નજીવી બાબતે પીવીસી પાઇપ વડે માર મારી મુંઢ ઇજા કર્યાની રાજકોટ ત્રણ શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.


મુળ વઢવાણ ગામના હાલ રાજકોટ પોપટપરા ખાતે રહેતા ડ્રાઇવર પ્રદિપ મહેશભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩) તથા તેમના મિત્રો ગત તા. ૬ની રાત્રીના સુમારે ધ્રોલના જાયવા પાટીયા પાસે આવેલ નોનવેજની લારીએ જમવા માટે ગયા હતા, દરમ્યાન આરોપી કીશને પ્રદીપને કહેલ કે, ઇકબાલ સાથે મજાક મસ્તી કેમ કરે છે તેમ કહી ઉશ્કેરાઇ જઇને પીવીસીનો પાઇપ ફરીયાદીને વાંસામાં ઝીંકી દીધો હતો.
​​​​​​​
ઉપરાંત અન્ય આરોપીઓએ પીવીસી પાઇપ માથાના ભાગે તેમજ શરીરે આડેધડ માર્યા હતા અને અપશબ્દો બોલી એકબીજાને મદદગારી કરી હતી, આ અંગે પ્રદિપભાઇએ ધ્રોલ પોલીસમાં કીશન મનુ રાણા, ઇકબાલ ભીખુ સીપાઇ તથા મોહસીન ઉર્ફે મોન્ટુ શરીફ જુણેજા રહે. બધા રાજકોટની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application