નિકાવાના યુવાન ઓનલાઈન જીપની ખરીદી કરવા જતાં છેતરાયો

  • February 20, 2023 10:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના નિકાવા ગામના એક યુવાનને ઓનલાઈન જીપની ખરીદી કરવામાં કડવો અનુભવ થયો છે, અને મહારાષ્ટ્રના બે શખ્સોએ ખામીવાળી જીપ પધરાવી દઈ રૂપિયા ૫.૪૦ લાખની રકમ પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


 આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા ભાવેશભાઈ ગોવિંદભાઈ વિરડીયા નામના ૩૮ વર્ષના પટેલ યુવાને મહારાષ્ટ્રના મુંબઈના ઇરાનીવાડી, ગોકુલ વૃંદાવન કોમ્પ્લેક્ષ ખાતે રહેતા શૈલેષ જૈન તેમજ જોગેશ્ર્વરી શોપ નં. ૪૮ દિવાન સેન્ટર પાસે રહેતા દાનિશ અખ્તર અંસારી નામના બે શખ્સો સામે જીપની ખરીદીના બહાને પોતાની સાથે પાંચ લાખ ચાલીસ હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે.


 ફરિયાદી યુવાને બંને આરોપીઓ પાસેથી ઓનલાઈન શોપિંગના માધ્યમથી જૂની કમ્પાસ જીપ નં. જીજે૨૭સીએફ-૩૦૦૩ ખરીદી હતી. બંને વચ્ચે ૧૦ લાખમાં  સોદો થયો હતો, અને તે રકમ ઓનલાઈન પેમેન્ટ કરી દીધા પછી જીપ મંગાવી હતી, પરંતુ તે જીપ ખામીવાળી આવી હોવાથી પરત મોકલાવી લીધી હતી.


 જેની અડધી રકમ એટલે કે ૪.૬૦,૦૦૦ આરોપીએ ચૂકવી દીધા હતા, પરંતુ હજુ પાંચ લાખ ચાલીસ હજારની રકમ આપવાની બાકી હતી. જે બે મહિનાથી આપતા ન હતા, અને છેતરપિંડી કરી હોવાથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે. આરોપીઓએ સોશ્યલ મીડીયાના માઘ્યમથી જીપ વેચવા મુકેલ હતી, ફરીયાદીને જુની કમ્પાસ જીપ લેવી હોય તેથી ટેલીફોનીક સંપર્ક કર્યો હતો અને ઓનલાઇન પેમેન્ટ કરવા જણાવ્યુ હતું ત્યારબાદ ગાડીમાં ખામી હોવાથી રીપેરીંગ કરાવવું પડશે તેમ જણાવ્યુ હતું અને રીપેર કરીને ગાડી પરત મોકલી દેશું તેવું આરોપીઓએ કહયા બાદ ગાડી અને બાકીના પૈસા નહી મોકલી છેતરપીંડી આચરી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application