ગુજરાતમાં ગાંધીધામ સહિત ૭૨ સ્થળે NIAના દરોડા

  • February 21, 2023 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં એક સાથે કાર્યવાહી: ગાંધીધામમાં લોરેન્સ બિશ્નોઈના સાથીદાર કુલવિન્દરને ત્યાં પણ તપાસ




ગેંગસ્ટર ટેરર ફંડિંગ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્રારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવા કુલ ૭૦ સ્થળો છે યાં એનઆઈએના દરોડા ચાલી રહ્યા છે. આ દરોડો ગેંગસ્ટર અને તેના નજીકના લોકોના ઠેકાણા પર પડયો છે. જાણકારી અનુસાર ના આ દરોડા તમામ રાયોમાં ફેલાયેલા ગેંગસ્ટર અને તેના સિન્ડિકેટને લઈને કરવામાં આવી રહ્યા છે. અગાઉ ગયા વર્ષના અંતમાં દિલ્હી–એનસીઆર સહિત દેશના અનેક રાયોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.





સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈનો સાથી છે. તેની સામે બિશ્નોઈ ગેંગના સાથીઓને આશ્રય આપવાનો કેસ છે. આ ઉપરાંત કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રસ સિન્ડિકેટ સાથે સંકળાયેલો હોવાનું એનઆઈના સૂત્રોનું કહેવું છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર પહેલેથી જ એનઆઈએના રડાર પર છે. એનઆઈએએ આ મામલે ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ પણ કરી છે. ગયા વર્ષે ઓકટોબરમાં આતંકવાદ વિરોધી એજન્સી એનઆઈએએ ઉત્તર ભારત અને દિલ્હીમાં ૫૦ થી વધુ સ્થળો પર દરોડા પાડા હતા. આ પછી એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી.




શનિવારે, ૧૮ ફેબ્રુઆરીએ, એનઆઈએ દ્રારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા ના રાય પદાધિકારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. ધાર્મિક જૂથો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપવા અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાના મામલામાં એનઆઈએ દ્રારા એક પછી એક દરોડા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૨માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે  કે એનઆઈએએ અનેક મોટા અભિયાન ચલાવીને સ્પેશિયલ ઓપરેશનમાં ૪૫૬ લોકોની ધરપકડ કરી છે અને ૧૦૯ ખતરનાક ગુનેગારોને સજા પણ કરી છે. આ એક વર્ષના ગાળામાં દેશના વિવિધ ભાગોમાં નોંધાયેલા કુલ ૭૩ કેસમાંથી એજન્સીને જેહાદી આતંકવાદ સાથે સંબંધિત માત્ર ૩૫ કેસ મળ્યા છે. વર્ષ ૨૦૨૧માં આ સંખ્યા ૬૧ હતી, જે આ વખતે (વર્ષ ૨૦૨૨માં) વધીને ૭૩ થઈ ગઈ છે. નોંધાયેલા કેસોની આ સંખ્યા ૨૦૨૧ ની સરખામણીમાં ૨૦૨૨ માં ૧૯.૬૭ વધુ હતી. તેનો અર્થ એ છે કે છેલ્લા ઘણા વર્ષેામાં, એનઆઈએ દ્રારા એક વર્ષમાં નોંધાયેલા કેસોની આ સંખ્યા સૌથી વધારે કહી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application