રાજકોટ જિલ્લાનાં ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક

  • July 08, 2023 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં છાપરવાડી -૨ ડેમમાં ૨.૬૨ ફૂટ, વાછપરી ડેમમાં ૨ ફૂટ, વેરી ડેમમાં ૧.૬૭ ફૂટ, મોતીસર ડેમમાં ૦.૯૮ ફૂટ, આજી-૨ ડેમમાં ૦.૮૨ ફૂટ, ભાદર ડેમમાં ૦.૫૬ ફૂટ, ભાદર-૨ અને માલગઢ ડેમમાં ૦.૪૯ ફૂટ, સુરવો, ન્યારી-૧, ન્યારી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ સહિતના ડેમોમાં નવા નીરની આવક થઇ છે.



આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ વેરી ડેમમાં ૮૫ મી.મી., મોજ ડેમમાં ૭૦ મી.મી., વાછપરી ડેમમાં ૬૦ મી.મી., ગોંડલી ડેમમાં ૫૫ મી.મી., છાપરવાડી -૨ ડેમમાં ૪૬ મી.મી., છાપરવાડી -૧ ડેમમાં ૪૫ મી.મી., સુરવો ડેમમાં ૪૦ મી.મી.,ફોફળ ડેમમાં ૩૮ મી.મી., મોતીસર ડેમમાં ૩૫ મી.મી., સોડવદર અને ઈશ્વરીયા ડેમમાં ૨૦ મી.મી., આજી-૩ અને માલગઢ ડેમમાં ૧૫ મી.મી., ભાદર ડેમમાં ૧૧ મી.મી., ન્યારી-૨, કરમાળ, ભાદર-૨, કર્ણુકી અને ઘેલા સોમનાથ ડેમમાં ૧૦ મી.મી., આજી-૨ ડેમમાં ૯ મી.મી., ડોંડી ડેમમાં ૫ મી.મી.વરસાદ થયો છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application