નયારા એનર્જીની જળ સંસાધન વ્યવસ્થાપન પહેલ ગુજરાતમાં કૃષિ વૃદ્ધિ અને પરિવર્તનને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે

  • April 27, 2023 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ  ગુજરાતમાં તેની વાડીનાર રિફાઈનરીની આસપાસના સમુદાયોમાં ટકાઉ વૃદ્ધિ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેના જળ સંસાધન વ્યવસ્થાપન અને ટકાઉ આજીવિકા પ્રોજેક્ટ દ્વારા નયારા એનર્જીએ જામનગરના અર્ધ-શુષ્ક ઝોનમાં આવેલા ૧૫ થી વધુ દરિયાકાંઠાના ગામોમાં પાણીની અછતના મુદ્દાનું સફળતાપૂર્વક સમાધાન કર્યું છે, જ્યાં જમીનમાં ખારાશનું પ્રમાણ વધુ છે. આ પ્રોજેક્ટે કૃષિ વિકાસને આગળ ધપાવવા અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.


એક્વિફર રિચાર્જ, ફાર્મ બંડિંગ, પોન્ડ ડી-સિલ્ટિંગ અને ઊંડા કરવા જેવી અનેક પહેલથી પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે, ગામડાનીની એકંદર પાણી સંગ્રહ ક્ષમતામાં ૧૭.૯૨ મિલિયન ક્યુબિક મીટરનો વધારો થયો છે જે ૭,૧૬૮ ઓલિમ્પિક-કદના સ્વિમિંગ પુલની સમકક્ષ છે. આ વિસ્તરણને કારણે પિયત વિસ્તાર વધીને ૪,૪૭૦ હેક્ટર થયો છે, જે સ્થાનિક ખેડૂતોને આજીવિકા માટે ખૂબ જ જરૂરી આધાર પૂરો પાડે છે.


સફળતા અંગે ટિપ્પણી કરતાં નયારા એનર્જીના પ્રેસિડેન્ટ-પબ્લિક અફેર્સ દીપક અરોરાએ જણાવ્યું હતું કે, અમે જે સમુદાયોમાં કામ કરીએ છીએ તે માટે ટકાઉ અને લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારી જળ સંસાધન વિકાસ પહેલ આ મિશન માટે અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમને ગુજરાતના ખેડૂતોના જીવન પર સકારાત્મક અસર કરવા બદલ ગર્વ છે અને અમે ટકાઉ આજીવિકા અને સંકલિત ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપતી પહેલમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ રહીશું.


નવા બનેલા ચેકડેમે આસપાસના કૂવામાં પાણીનું સ્તર ૪-૫ મીટરથી ૨૦ મીટર સુધી વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ડેમના ઉપરવાસમાં આવેલા સામુદાયિક બોરવેલના વિકાસથી ભૂગર્ભજળ રિચાર્જ થયું છે, ટોટલ ડિસોલ્વ્ડ સોલીડ્સ (ટીડીએસ)માં ઘટાડો થયો છે, જેના કારણે ઘરગથ્થુ વપરાશ અને સિંચાઈ બંને માટે પર્યાપ્ત માત્રામાં પાણી ઉપલબ્ધ થયું છે. 


નયારા એનર્જીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)માં તેની ભૂમિકાનું વિસ્તરણ કરવા માટે વર્ષોથી નોંધપાત્ર પ્રગતિ કરી છે. કંપની એ સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છે કે જે સમુદાયોમાં તે કાર્ય કરે છે તે સામૂહિક રીતે વિકાસ કરી શકે. તેની વિવિધ સીએસઆર પહેલ દ્વારા નાયરા એનર્જીએ અનેક રાજ્યોમાં સમુદાયો સાથે સતત કામ કર્યું છે, જેનાથી સૌના પર લાંબા ગાળાની અસરો ઊભી થાય છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application