જંકશન પોલીસ ચોકી પાસે નશાખોર બેલડીની ધમાલ

  • January 05, 2023 12:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીવાવાળાને તો મળી જ રહે તેમ રાજકોટમાં નશાના આદીઓને પણ ગમે ત્યારે ગમે ત્યાંથી પીવાનું મળી જ રહે. પોલીસ ગમે તેટલી દોડે કે ગમે તેવા દાવા કરે સમયાંતરે ખોખલા ઠરે છે. થોડા દિવસ પહેલા સદર ચોકી નજીક નશાખોરે સરાજાહેર ધમાલ મચાવી હતી આજે બપોરના સમયે જંકશન પોલીસ ચોકી પાસે નશાખોર બેલડી જાહેરમાં બાખડી પડી હતી. રસ્તા પર બન્ને એકબીજાને મારતા કે ખેંચતા કાંઠલા પકડતા, લથડીયા ખાતા હતા. રાહદારીઓ, વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. રેવે જંકશન પાસે પડયા રહેતા ઈસમો જાણે સવારથી જ ભાન ભૂલેલા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application